બિઝનેસ લોન અપાવવાના નામે બે ભેજાબાજે યુવક પાસેથી 2.85 લાખ રૂપિયા પડાવ્યા

ડભોઇ રોડ પર રહેતા યુવાને અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - getting-a-business-loan-two-con-men-extorted-2-85-lakh-rupees-from-the-young-man

વડોદરા શહેરમાં સવા કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે બે ભેજાબાજોએ વડોદરાના યુવક પાસેથી 2.85 લાખ રૂપિયા પડાવ્યા છે. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

વડોદરાના ડભોઇ રોડ પર રહેતા યુવાને અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2018માં હું શ્રી હરી ઈન્ડસ્ટ્રી નામથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુઢેલા ગામ ખાતે ઘઉ દળવાની મીલ ચલાવતો હતો અને મારે લોનની જરૂરીયાત પડતા મારા ઓળખીતા ચેતન બોરસેનો સંપર્ક કર્યો હતો. તેઓએ વર્ષ 2020માં SDB બેંકમાંથી ત્રણ લાખ રૂપિયાની લોન કરાવી આપી હતી. જેથી મેં મારે વધુ ધંધો વિકસાવવા માટે વધુ નાણાની જરૂરીયાત હોવાથી મેં ચેતન બોરસેને કહ્યું હતું કે, મારે વધુ નાણાની જરૂરીયાત છે.

ચેતન બોરસે મને જણાવ્યું હતું કે, મેં અને મિતુલ ગાંધીએ પાર્ટનરમાં સ્વયં ફાઈનાન્સ નામની ઓફિસ લલીતા ટાવર ચોથા માળે ખોલી છે. ત્યાં તમે ડોક્યુમેન્ટ આપી જાઓ અને ત્યાંથી તમારી લોન કરાવી આપીશ. ત્યારબાદ હું તા. 1/1/2022ના રોજ તેમની ઓફિસે આશરે સવારે 11 વાગ્યે ગયો હતો, ત્યારે ચેતન બોરસે તથા મીતુલ ગાંધીને મળ્યો હતો અને મેં મારા આધાર કાર્ડ, પાનકાર્ડ, જી.એસ.ટી. સર્ટિફિકેટ, ફૂડ લાયસન્સ, ત્રણ વર્ષના આઇટી રીર્ટન તેમજ એક વર્ષનું બેન્કનું સ્ટેટમેન્ટ વિગેરે ડોક્યુમેન્ટ આપ્યા હતા.

મને એક કરોડથી સવા કરોડની બિઝનેશ લોન પાંચથી છ મહિનામાં કરી આપવા જણાવ્યું હતું અને મારી પાસે ડોક્યુમેન્ટ સબમીટ કરવાના તથા કાગળોનો ચાર્જ તથા મહેનતાણુ સાથે મને લોનના 8% આપવા જણાવ્યું હતું. જેમાં 4% લોન થયા પહેલાં એડવાન્સ અને 4% લોન થઇ ગયા પછી આપવાનું નક્કી કર્યું હતું, જેથી લોન પ્રોસેસ ચાલુ કરી હતી. તા. 17/2/2022થી ડિસેમ્બર-2022 સુધી લોન કરાવવા પેટે મિતુલ ગાંધીને 1.75 લાખ રૂપિયા આપ્યા હતા અને ચેતન બોરસેને 2.10 લાખ રૂપિયા આપ્યા હતા.

આમ લોન કરાવવા પેટે બન્નેને કુલ 3.85 લાખ રૂપીયા લઇ લીધા હતા અને આજદીન સુધી મને લોન કરાવી આપી નથી જેથી મેં તેઓને લોન કરાવવા પેટે આપેલ રૂપિયા પરત માંગતા, મિતુલ ગાંધીએ મને 1 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જોકે, બાકીની રકમનો આપેલો ચેક બાઉન્સ થયા હતા. જેથી બંને આરોપીઓએ મારી સાથે 2.85 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે.

Share :

Leave a Comments