- આજના દિવસે કાળા અડદ, સુખડી અને સરસવનું તેલ કાલભૈરવને અર્પણ કરાય છે, તેમજ ભક્તો આજના દિવસે કાળા વસ્ત્રો પહેરી અને કાલભૈરવની ઉપાસના કરે છે
અવતાર કાલભૈરવ છે. કાલ એટલે સમય મનુષ્ય જીવનના કર્મની ગતિના સમયને ઓળખાવે એ જ કાલભૈરવ કાલભૈરવ એ રક્ષક દેવ છે. એકાદશ રુદ્રમાં કાલભૈરવનું એક આગવું મહત્વ છે કારતક વદ આઠમ એટલે કાલાષ્ટમી જેને આપણે કાલભૈરવ જયંતિ તરીકે ઉજવીએ છીએ. આજના દિવસે ખાસ કરીને કાલભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે પરિવારના રક્ષણ માટે અને અનિષ્ટતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે. કાલભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરી અને કાલભૈરવની ઉપાસના કરતા હોય છે. ભક્તો આજના દિવસે કાળા અડદ, સુખડી અને સરસવનું તેલ કાલભૈરવને અર્પણ કરતા હોય છે. વિશેષ કરી આજના દિવસે ૐ કાલભૈરવાય નમઃ બમ બટુકાય નમઃ ના જાપ કરતા હોય છે.
આ અંગે જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે, કાલભૈરવ એ કાશીના કોતવાલ તરીકે ઓળખાય છે. કાલભૈરવનું મુખ્ય સ્થાન કાશીમાં છે. સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન કાલભૈરવનું છે વિશેષ કરી સ્મશાનની આસપાસ પણ તેમનો વાસ હોય છે. વડોદરામાં પણ ભાવિક ભક્તોએ કાલભૈરવની ઉપાસના કરી વડોદરામાં મહિલા પોલીસ સ્ટેશનની લાઈનમાં આવેલું વર્ષો જૂનું પૌરાણિક કાલભૈરવ મંદિર મંદિરમાં ભક્તોએ કાલભૈરવની ઉપાસના પૂજન અર્ચન કરી કાલભૈરવ જયંતિની ઉજવણી કરી.