- વડોદરા જિલ્લામાં કરાયેલા સર્વેમાં 8 તાલુકામાંથી શિનોર તાલુકાની બાદબાકી કરી
- સરકારી સહાય કરતા નુકસાન અનેક ઘણું હોવાથી ઘણા ખેડૂતોમાં નારાજગી
વડોદરા જિલ્લામાં ચોમાસામાં પૂરને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ચૂકવણી કરી દેવામાં આવી છે. જેને કારણે ખેડૂતોમાં અસંતોષની લાગણી પણ જોવા મળી છે.
વડોદરા જિલ્લામાં નર્મદા, ઢાઢર, દેવ, જામ્બુવા, મહી સાગર, વિશ્વામિત્રી સહિતની નદીઓના પૂરને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વડોદરા જિલ્લામાં કરાયેલા સર્વેમાં આઠ તાલુકામાંથી સાત તાલુકામાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ ખેતીને મોટું નુકસાન થયું હોવા છતાં નિયમોને કારણે એક પણ ખેડૂતનું નામ યાદીમાં આવ્યું ન હતું. જેને કારણે ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી.
રાજ્ય સરકારને ખેડૂતોની યાદી મોકલવામાં આવી હતી અને કુલ ૬૨૧૮ ખેડૂતોને રૂપિયા ૧૨.૯૮ કરોડનું ઓનલાઇન ચુકવણૂ કરી દેવામાં આવ્યું છે. જોકે સરકારી સહાય કરતા નુકસાન અનેક ઘણું હોવાથી ઘણા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.