તાંદલજા વિસ્તારમાં હંગામી દબાણો દૂર કરાયા, જપ્ત થતો સામાન બચાવવા તંત્ર અને લોકો વચ્ચે ઘર્ષણ

આજે પાંચમા દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખા તાંદલજા વિસ્તારમાં ત્રાટકી

MailVadodara.com - Temporary-pressures-removed-in-Tandalja-area-system-to-save-confiscated-goods-and-friction-between-people

- કેટલાક દુકાનદારોએ આક્ષેપ કર્યો કે, અમારી માલિકીની જગ્યામાં મુકેલા કાઉન્ટર ખોટી રીતે કોર્પોરેશનને ઊંચકી લઈ જઈ રહ્યા છે જે અમને પાછા મળવા જોઈએ 


વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના પટાંગણમાં હત્યા કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ આજે પણ યથાવત રહી છે. આજે તાંદલજા વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરાયા હતા. ગઈકાલે દબાણ હટાવ કામગીરી સમયે તંત્ર અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક સ્થળો પર વેપારીઓ અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી હતી.

ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ વડોદરા મનપા દ્વારા દબાણો દૂર કરવાની ધનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે પાંચમા દિવસે પાલિકાની દબાણ શાખા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના સંવેદનશીલ ગણાતા તાંદલજા વિસ્તારમાં ટીમ ત્રાટકી હતી. દબાણ શાખા દ્વારા સૈયદ વાસણા રોડ અને તાંદળજા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવત કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો. જાહેર રસ્તાઓ પર દબાણ કરતી લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે. સાથે પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ દબાણ શાખા કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાંચ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કેટલાક વેપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.


કેટલાક દુકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે, અમારી માલિકીની જગ્યામાં મુકેલા કાઉન્ટર ખોટી રીતે કોર્પોરેશનને ઊંચકી લઈ જઈ રહ્યા છે જે અમને પાછા મળવા જોઈએ. એક મહિલા દુકાનદારનું કાઉન્ટર કોર્પોરેશનને ઉઠાવવા જતા તેને રોકવાનો પ્રયાસ કરતા મહિલા પોલીસ સાથે ઉપગ્રહ બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું.

આ અંગે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાને જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 10 અને 11ના વિસ્તારમાં આવેલા તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈ સુધી અને ડી માર્ટથી આગળના સન ફાર્મા રોડ સુધીના હંગામી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીમાં શેડ, ગેરકાયદેસર લારી ગલ્લા સહિત માર્જિન ભાગમાં આવેલા જે બોર્ડ કે બેનર છે તે મંજૂરી વગરના છે તેને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે ગેરકાયદે દબાણો હટાવી પાંચ ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો ત્યારે કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.


વધુમાં જણાવ્યું કે હાલમાં વિસ્તારમાં કાર્યવાહી ચાલી રહી છે અને આગળ સનફાર્મા રોડ ઉપર પણ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી સતત આ જ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો પર હાલમાં દબાણ શાખા કાર્યવાહી કરી રહી છે, પરંતુ લોકોમાં એક ચર્ચા છે કે આ પ્રકારની કાર્યવાહી કાયમી ધોરણે કરવામાં આવે તો ચોક્કસથી રાહદારીઓ અને લોકોને રાહત મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા મનપા દ્વારા દબાણો દૂર કરવાની ધનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છીપીઠ, સલાટવાડા, નાગરવાડા, સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા અને તે બાદ ન્યાયમંદિર, દૂધવાળા મોહલ્લા, પથ્થરગેટ, નવાપુરા, મહેબુબપુરા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદેસર ઉભી રહેલી લારીઓના દબાણો તેમજ કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 

ગઇકાલે શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે શહેરના નવાપુરા મહેબુબપુરામાં પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા રોડ ઉપરની લારીઓ જપ્ત કરવાની શરૂઆત કરતાંની સાથે જ સ્થાનિક લોકોના ટોળા અને લારીઓના માલિકોના ટોળા ઘસી આવ્યા હતા અને પોતાની લારીઓ જપ્ત કરતાં બચાવવા માટે દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણ થયું હતું. લોકોના ટોળેટોળા સ્થળ ઉપર આવી જતા દબાણ શાખાની ટીમ દ્વારા વધુ પોલીસ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. 

Share :

Leave a Comments