વિશ્વ યોગ દિવસની ઉજવણી વડોદરા શહેર-જિલ્લાઓમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે તા.14 થી તા.20 સુધી જિલ્લાની સરકારી કચેરીઓમાં દરરોજ સવારે 45 મિનિટ યોગા પ્રોટોકોલ મુજબ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. તા.15 જૂને જિલ્લા પંચાયત દ્વારા પ્રભાતફેરી, યોગ માટે સભાઓ, મુખ્ય માર્ગો પર રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. તા.16 જૂને આરોગ્ય વિભાગ દ્વારા તથા તા.17 જૂને શિક્ષણ વિભાગ દ્વારા યોગકેન્દ્રી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તા.18 જૂને યોગની મહત્તા સમજાવવા માટે બાઈક રેલી યોજાશે. તા.21 જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી કરજણ ખાતે કરવામાં આવશે. યોગલક્ષી કાર્યક્રમો તાલુકા સ્તરે, નગરપાલિકા સ્તરે અને ગ્રામ્ય સ્તરે પણ યોજાશે.