વડોદરા શહેરમાં નીતિ નિયમ અભરાઈ એ ચઢાવી દેવામાં આવ્યા હોય તેમ મન મરજી મુજબ હોર્ડિંગ ઠોકી બેસાડવા આવે છે. ગાય સર્કલ ચાર રસ્તા જંક્શન પર સ્ટેટ પોલીસનું જાગૃતતાનું હોર્ડિંગ સિગ્નલ ઢાંકી રહ્યું છે.
વડોદરા મહાનગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે એ શહેરના સૌ કોઈ જાણે છે. શહેરમાં જાહેરાતોના હોર્ડિંગ્સ લગાવવામાં નીતિ નિયમોનું ધરાર ઉલ્લંઘન થતું ઠેર ઠેર જોવા મળે છે. હોર્ડિંગ્સ ના જંગલો ઉભા થાય છે છતાં પાલિકાના જમીન મિલ્કત શાખાના અધિકારીઓ અને શાસકો નિંદ્રાધીન રહે છે. રાજકીય પક્ષના તથા જાહેરાતો ના હોર્ડિંગ્સ આડેધડ લાગે છે એ હવા સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શિસ્તનું ખાતું ગણાતુ પોલીસ વિભાગ પણ નીતિ નિયમો નેવે મુકી દે ત્યારે પરાકાષ્ઠા કહેવાય...
શહેરના ભદ્ર ગણાતા ગાય સર્કલ પર સ્ટેટ ટ્રાફિક વિભાગનું સીટ બેલ્ટ પહેરવાની સલાહ આપતું હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે, આ હોર્ડિંગ ચાર રસ્તાના સિગ્નલને ઢાકી દે છે. હોર્ડિંગ પાછળ સિગ્નલ ઢંકાઈ જાય છે. સિગ્નલ જ ના દેખાય તો કેવી પરિસ્થિતિ સર્જાય એ ક્લપના કરી શકાય એમ છે. પરંતુ તંત્ર ના અધિકારીઓ અને સિગ્નલ નજીકથી પસાર થતાં પોલીસ અધિકારીઓને આ ગંભીર નિષ્કાળજી ધ્યાને આવતી નથી. રામ ભરોસે ચાલતા શહેર માં આવા દ્રશ્યો સામે સવાલ એ છે કે જાગૃતતા ની જરૂર કોને..??