વડોદરામાં 17-18મીએ બે ટાંકી વિસ્તારમાં પાણીકાપ, લોકો પાણી વિના ટળવળશે

સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાનપુર સાથે જોડાણ કરાશે!

MailVadodara.com - Water-cut-in-two-tank-areas-in-Vadodara-on-17-18-people-will-be-without-water

- બે ટાંકી વિસ્તારમાં પાણી વિતરણ ન થતા ભર ઉનાળે અંદાજે એક લાખ નાગરિકોએ હાલાકી વેઠવી પડશે

વડોદરા મહાનગર પાલિકાએ સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જોડાણ કરી નવીન લાઈન નાખવાની કામગીરી આવતીકાલે કરવામાં આવશે. જેથી બે ટાંકી વિસ્તારમાં સાંજના સમયે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગ અંતર્ગત આવતા સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી 1080 મિમી વ્યાસની નવીન ફીડર નળીકાનું ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની હયાત 1080 મીમી વ્યાસની ફીડર નળીકા સાથે જોડાણ કરવાની કામગીરી આવતીકાલે 17 મેના રોજ હાથ ધરવામાં આવશે. જેને કારણે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી મેળવતા ગાયત્રીનગર ટાંકીના કમાન્ડ વિસ્તાર ચંદ્રલોકનગર તેની આસપાસનો વિસ્તાર, અંબિકા નગર, શિવમ નગર, ગોકુલ નગર, અયોધ્યાનગર, યોગીનગર અને પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે પાણી વિતરણ કરાશે નહીં.

તા.18 મેના રોજ ગોત્રી ગામ, જલારામનગર, રળીયાતબાનગર, નારાયણ ગાર્ડન, પંચામૃત, ચંદ્રનગર, સાઁઈનાથ સોસાયટી, ગેરી કમ્પાઉન્ડની આસપાસના વિસ્તારમાં પાણી વિતરણ થશે નહીં. તેવી જ રીતે વાસણાં પાણીની ટાંકી ખાતે 18 મેના રોજ તેના કમાન્ડ વિસ્તાર વાસણા ગામ, દેવનગર, કલ્યાણ પાર્ટી પ્લોટ, પંચમુખી હનુમાન મંદિર સામેના બીએસયુપી આવાસ ખાતે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. બે ટાંકી વિસ્તારમાં પાણી વિતરણ ન થતા ભર ઉનાળે અંદાજે એક લાખ નાગરિકોએ પાણી વિના ભારે હાલાકી વેઠવી પડશે.

Share :

Leave a Comments