વડોદરાની વૃદ્ધાએ શ્રીલંકા ટુર માટે ઓનલાઇન બુક કરાવેલી ટિકિટ એરપોર્ટ પર બોગસ હોવાનું ખૂલ્યું

અજાણ્યા ભેજાબાજોએ 60 હજારની રકમ પડાવી છેતરપિંડી આચરી

MailVadodara.com - Vadodara-elderly-man-opens-ticket-booked-online-for-Sri-Lanka-tour-as-bogus-at-airport

વડોદરાની વૃદ્ધાએ શ્રીલંકા ટુર માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવતા અજાણ્યા ભેજાબાજોએ રૂપિયા 60 હજારની રકમ પડાવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. અત્રે નોંધનીય છે કે, વૃદ્ધા ઉત્સાહ સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચતા ટિકિટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

વડોદરા શહેરના વાસણા રોડ ખાતે રહેતા 64 વર્ષીય સુધાબેન ઠક્કરે ફરિયાદમાં કહ્યું હતું કે, ગાંધીનગર ખાતે રહેતી મારી બહેન વિભા ઠક્કરએ શ્રીલંકા ફરવા માટે રીઓન ટુર એન્ડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ વેબસાઈટ ઉપર ઓનલાઈન એર ટિકિટ બુક કરાવવા જણાવ્યું હતું. જેથી આ સાઇડ ઉપર ટિકિટ બુકિંગની પ્રોસેસ કરતા સામેવાળી વ્યક્તિએ પોતાનો પરિચય કંપનીના કર્મચારી હરિશસિંગ તરીકે આપ્યો હતો. અને તેના જણાવ્યા અનુસાર શ્રીલંકા પ્રવાસ માટે એર ટિકિટના રૂપિયા 60 હજારની રકમ ઓનલાઇન જમા કરાવી હતી. ત્યારબાદ તેણે ઓનલાઈન ટિકિટ મોકલી આપી હતી. જે 17 ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી ચેન્નઈ તથા ચેન્નઈથી કોલંબો સુધીની હતી. જેથી અમદાવાદ એરપોર્ટ એર ટિકિટ દર્શાવતા તે ટીકીટ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું. અને કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપનાર હરિશસિંગનો સંપર્ક ન થતા છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ઉપરોક્ત બનાવ સંદર્ભે ફરિયાદના આધારે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments