વડોદરા શહેર પીસીબી પોલીસે બે જુદા-જુદા વિસ્તારોમાં દરોડો પાડી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો

MailVadodara.com - Vadodara-city-PCB-police-raided-two-different-areas-and-seized-foreign-liquor

વડોદરા શહેર પીસીબી પોલીસની ટીમે બે જુદાજુદા વિસ્તારોમાં રેડ કરી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો.


વડોદરા શહેર પીસીબી પોલીસ મથકની ટીમને બાદની મળી હતી કે, ખિસકોલી સર્કલ પાસે આવેલ સંતોષીનગર બ્લોક નંબર 16 માં રહેતો વિક્રમ સુર્વે ઇંગલિશ દારૂનો જથ્થો લાવેલો છે અને પોતાના બ્લોકના મીટર પાસે મૂકી રાખ્યો છે અને ત્યાંથી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ માહિતીને આધારે પોલીસની ટીમએ સ્થળ પર રેડ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ અશોક સુરવેની અટકાયત કરી હતી. જ્યારે લલિતા ટાવર ખાતે રહેતા રાહુલ અને વારસિયા કીનુંને વોન્ટેડ જાહેર કર્યા છે. 


બીજા એક બનાવમાં પીસીબી પોલીસની ટીમ ગોત્રી પોલીસ સ્ટેશન ની પાછળ વુડાન મકાનમાં રહેતો રાજન ઠાકોર હાલમાં ગોત્રી ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં ભરવાડ વાસ તથા નજીકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો એક કારમાં રાખીને કટીંગ કરી રહ્યો છે અને કેટલાક ઈસમો મોપેડ લઈને શરાબ નો જથ્થો લેવા માટે આવ્યા છે. જે માહિતીને આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી. જોકે રેડમાં પોલીસને માત્ર શરાબનો જથ્થો અને વાહનો હાથ લાગ્યા હતા. પોલીસને સ્થળ ઉપરથી વિદેશી શરાબની બોટલો વાહનો મળી કુલ રૂપિયા 1,85,600નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments