- રામવાટીકા સોસાયટીમાં પોલીસે દરોડો પાડતા મકાનના બેડરૂમમાં પલંગ પર 4 મહિલા અને 5 પુરુષો પાના પત્તા વળે જુગાર રમી રહ્યા હતા
- પીસીબીએ વાડી મહાદેવ તળાવ પાસે ચંદ્રપ્રભાનગર, વુડાના મકાનની પાછળ ખૂલ્લી જગ્યામાં જુગાર રમતા 12 જુગારીયાઓને ઝડપી પાડ્યા
શ્રાવણ માસના પ્રારંભ સાથે શહેરમાં શ્રાવણીયો જુગાર સોળે કળાએ ખીલ્યો છે. પોલીસ તંત્ર સતર્ક હોવા છતાં મકાનોમાં, સોસાયટીઓમાં તેમજ ફાર્મ હાઉસોમાં શ્રાવણ માસમાં જુગાર રમનારાઓ મનમૂકીને જુગાર રમી રહ્યા છે. વડોદરા શહેર PCB પોલીસે શહેરમાં બે જગ્યાએ દરોડા પાડી બે દંપતિ સહિત 21 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને જુગારના દાવ ઉપરથી 1.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેર PCB શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ ખાતે આવેલ રામવાટીકા સોસાયટીમાં રહેતા અજીત વિઠ્ઠલદાસ પરીખના મકાનમાં કેટલાક લોકો ભેગા મળીને જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનના બેડરૂમમાં પલંગ પર ચાર મહિલાઓ અને પાંચ પુરુષો બેસીને પાના પત્તા વળે જુગાર રમી રહ્યા હતા. પોલીસે દરોડો પાડતાજ જુગાર રમી રહેલા સ્તબ્ધ થઇ ગયા હતા.
પોલીસે બેડરૂમમાં પલંગ પર પાના પત્તા વળે જુગાર રમી રહેલ અજીત વિઠ્ઠલભાઇ પરીખ (રહે, રામવાટીકા સોસાયટી, વાઘોડિયા રોડ વડોદરા), નિકુંજ જશવંતભાઈ ઉપાધ્યાય (રહે. સત્કાર સોસાયટી, કારેલીબાગ), કશ્યપ કિશોરકુમાર દરજી (રહે. સ્વામીનારાયણનગર, વાઘોડિયા રોડ), દિનેશ ચેલારામ નરીયાણી (રહે. ગોરાના પાર્ક સોસાયટી, ન્યુ વીઆઇપી રોડ), કનૈયાલાલ ઓછવલાલ દેસાઈ (રહે. રત્નદિપ સોસાયટી, વાઘોડિયા રોડ), સંગીતાબેન ઠક્કર, સારિકાબહેન શાહ, પૂર્વીબેન પરીખ અને કોકીલાબેન દેસાઈની ધરપકડ કરી હતી. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 21,150 રોકડ, 9 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 66,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે જુગાર ધારા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત પીસીબીએ વાડી મહાદેવ તળાવ પાસે ચંદ્રપ્રભાનગર, વુડાના મકાનની પાછળ ખૂલ્લી જગ્યામાં જુગાર રમતા 12 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. 12 જુગારીયાઓમાં કમલેશ ઉર્ફ ટીનો સોમાભાઇ સલાટ (રહે. ચામુંડા કૃપા એપાર્ટમેન્ટ, વાડી ટાવર), કૃણાલ પ્રકાશરાવ ચીખલે (રહે. વુડાના મકાનમાં, વાડી શાસ્ત્રીબાગ પાસે), રફીક સુલતાનભાઇ ખત્રી (રહે, હાજી સમસુદ્દીન એપાર્ટમેન્ટ, યાકુતપુરા), રમેશ રામક્રિપાલ શાહ, ચંદ્રપ્રભાનગર, વાઘોડિયા રોડ), રાકેશ ભુપેન્દ્ર પટેલ (રહે. ચંદ્રપ્રભાનગર, શાસ્ત્રીબાગ, વાડી), શ્રીકાંત ઉર્ફ મુંગો ઉર્ફ સાઇકલ છોટેલાલ કનોજીયા (રહે. કિશનવાડી), સાગર હસમુખ ગાંધી (રહે. કિશનવાડી), ગુરૂપ્રસાદ ઉર્ફ કાલુ પંચમભાઇ કહાર (રહે. શૈલેષનગર, વાઘોડિયા રોડ), સંતોષ ભાઇલાલ વાઘરી (રહે. ચંદ્રપ્રભાનગર), રાકેશ ઉર્ફ ડેડી દશરથભાઇ કહાર (રહે. જીવનનગર, વુડાના મકાન પાછળ), મનોજ અમરત વાઘરી (રહે. ચંદ્રપ્રભાનગર) અને ઉમેશ ઉર્ફ ઓજો જીતેન્દ્ર કહાર (જીવનનગર, વાઘોડિયા રોડ)નો સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓ પાસેથી 44,700 રોકડા, 6 મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 69,450 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.