વડોદરામાં કોલેજીયન યુવતીને ટ્રકમાં બેસાડી અડપલાં કરનાર વિધર્મીની પાસાં હેઠળ અટક

યુવતીની બહેનપણીએ બે વર્ષ અગાઉ ટ્રક ડ્રાઇવર સાથે મુલાકાત કરાવી હતી

MailVadodara.com - Vadodara-a-college-girl-was-arrested-under-the-guise-of-a-heretic-who-drove-her-into-a-truck

- યુવતીએ મળવાની ના પાડતા વિધર્મી યુવકે ફોન પર અપશબ્દો બોલી ધમકી આપી હતી કે, જો તું મળવા નહીં આવે તો હું તને જાનથી મારી નાખીશ

વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એક વિધર્મી ટ્રક ડ્રાઇવરે તેની સાથે મિત્રતા કેળવી ટેમ્પોમાં બેસાડી દુષ્કર્મનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. યુવતીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર મામલે માંજલપુર પોલીસે આરોપી યુવકની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, કોલેજમાં કોર્મસ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે અને પોતાના ગામથી એસ.ટી.બસમાં દરરોજ સવારે વડોદરા સેન્ટ્રલ એસ.ટીય ડેપો ખાતે આવે છે. જ્યાં તે કોલેજમાં જવાને બદલે તેની સામે આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે જાય છે. આ દરમિયાન તેની બહેનપણી દ્વારા બે વર્ષ અગાઉ તેની મુલાકાત ટ્રક ડ્રાઇવર મહમદ સલીમ હુસેન પટેલ (રહે. વડોદરા) સાથે થઇ હતી. બંનેએ ફોન નંબરની આપ-લે કરી હતી અને ત્રણ-ચાર વખત રૂબરુમાં મુલાકાત કરી મિત્રતા કેળવી હતી.


પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, કોલેજમાં કોર્મસ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે અને પોતાના ગામથી એસ.ટી.બસમાં દરરોજ સવારે વડોદરા સેન્ટ્રલ એસ.ટી ડેપો ખાતે આવે છે. જ્યાં તે કોલેજમાં જવાને બદલે તેની સામે આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે જાય છે. આ દરમિયાન તેની બહેનપણી દ્વારા બે વર્ષ અગાઉ તેની મુલાકાત ટ્રક ડ્રાઇવર મહમદ સલીમ હુસેન વ્હોરા (પટેલ) (રહે. માંજરોલ અલમપુર ગામ, તા. સંખેડા, જી. છોટાઉદેપુર) સાથે થઇ હતી. બંનેએ ફોન નંબરની આપ-લે કરી હતી અને ત્રણ-ચાર વખત રૂબરુમાં મુલાકાત કરી મિત્રતા કેળવી હતી.

ગઇકાલ મંગળવારે બપોરે 1 વાગ્યે મહમદ સલીમે યુવતીને ફોન કરીને કહ્યું હતુ કે, વડોદરાની વર્ધી લઇને હું મારો આઇસર ટેમ્પો લઇને આવ્યો છું અને મકરપુરા એસ.ટી. ડેપોની સામે ટોયોટા શો રૂમની સામે ઉભો છું. તું મને મળવા આવજે. જેથી યુવતીએ તેને મળવાની ના પાડતા વિધર્મી યુવકે ફોન પર અપશબ્દો કહી ધમકી આપી હતી કે, જો તું મળવા નહીં આવે તો હું તને જાનથી મારી નાખીશ.


જેથી ગભરાઇ ગયેલી યુવતી વડોદરા એસ.ટી. ડેપો પર હતી ત્યાંથી બસમાં બેસી મકરપુરા એસ.ટી. ડેપો પાસે આવેલા ટોયોટાના શો રૂમ પાસે આવી હતી. જ્યાં મહમદ સલીમ હુસેન પટેલ ઓરેન્જ કલરના ટેમ્પો કેબિનમાં બેઠો હતો અને તેણે યુવતીને ઇશારો કરી ટેમ્પોમાં બેસાડી હતી. જ્યાર બાદ બપોરના બે વાગ્યા આસપાસ મહમદ સલીમે યુવતી સાથે મરજી વિરૂદ્ઘ શારીરિક અડપલાં કરતા યુવતીએ બચવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી ત્યાંથી પસાર થતાં લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. 

પોલીસ ઘટના સ્થળે આવી હતી અને યુવતી તેમજ આરોપી વિધર્મી યુવકને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. જ્યાં યુવતીના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે મહમદ સલીમ હુસેન પટેલ સામે માંજલુપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે માંજલપુર પોલીસે આરોપી યુવકની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments