વડોદરા પાલિકાએ ગોરવા પંચવટીથી ઊંડેરા સુધીના રોડ પરથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યાં

ગોરવા પંચવટી વિસ્તારમાં હંગામી દબાણો થયાની તંત્રને વારંવાર ફરિયાદો મળતી હતી

MailVadodara.com - Vadodara-Municipality-removed-pressure-from-Gorwa-Panchvati-to-Undera-including-lorry-Galla

- બે કિલોમીટર સુધીના વિસ્તારમાંથી 5 ટ્રક ભરીને માલ સામાન કબજે કરાયો

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવાની પંચવટી સોસાયટીથી કેનાલ રોડ થઈને ઊંડેરા રોડ સુધી રોડ રસ્તા લાઈનમાં બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં આવતા હંગામી દબાણો હટાવવાની કાર્યવાહી વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ હાથ ધરી પાંચ ટ્રક ભરીને માલ સામાન કબજે કર્યો હતો.


શહેરના વિવિધ રસ્તા રેષા પર ઠેર ઠેર દબાણોના કારણે નાના મોટા રોડ-રસ્તા સાંકડા થઈ ગયા છે જેથી વાહન વ્યવહાર તથા રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. જેને પગલે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાયા કરે છે. આવી જ રીતે વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં રોડ રસ્તા પર હંગામી દબાણો ઠેર ઠેર થયા હોવાની ફરિયાદો પાલિકા તંત્રને વારંવાર મળી હતી. આ દબાણોના કારણે મુખ્ય રોડ રસ્તાઓ સાંકડા થઈ ગયા છે. પરિણામે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને અકસ્માતોનો પણ ભય સતત રહ્યા કરે છે. પરિણામે આજે ગોરવા પંચવટી કેનાલથી ઊંડેરા રોડ સુધીના બે કિલોમીટરથી વધુ વિસ્તારના હંગામી દબાણો પાલિકા તંત્રની દબાણ શાખાએ તાત્કાલિક ધોરણે હટાવીને પાંચ ટ્રક જેટલો માલ-સામાન કબજે કર્યો હતો. દબાણ શાખાની આ કાર્યવાહી દરમિયાન સતત પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં જોતરાયો હતો. દબાણ શાખાની આ કાર્યવાહી દરમિયાન વારંવાર વાહન વ્યવહારમાં વિક્ષેપ સર્જાયો હતો.

Share :

Leave a Comments