વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઘરેલું પાઇપલાઇન ગેસ કનેક્શનના વર્ષો જુના મીટરનું ચેકિંગ હાથ ધરાયું

મીટરમાં ખામી અથવા તો બાયપાસ કરાયું હોય તેવા મીટરોને બદલી નવા ફીટ કરાય છે

MailVadodara.com - Vadodara-Gas-Limited-carried-out-checking-of-old-meters-of-domestic-pipeline-gas-connections

- પાંચથી ઓછા યુનિટનું બિલ હોય તો પણ પાંચ યુનિટ ગણી બિલ આપવા નિર્ણય

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેઈલ ગેસ લિમિટેડની બનેલી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરમાં હાલ 2.16 લાખ ડોમેસ્ટિક પાઇપલાઇન ગેસ કનેક્શન પર ગેસ પુરવઠો અપાઈ રહ્યો છે. 


વડોદરા ગેસ કંપની બની તે અગાઉ શહેરમાં કોર્પોરેશન દ્વારા ફીટ કરવામાં આવેલા ગેસ મીટરનું છેલ્લા ઘણા સમયથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું ન હતું. જેને પગલે વર્ષો જૂના આ ગેસ મીટરો કે જેમાં ખોટું એટલે કે વપરાશ થયો હોય તેના કરતાં પણ ઓછું ગેસ રીડિંગ આવતું હોય, મીટર બાયપાસ કરાયું હોય અથવા તો મીટર બંધ વગેરે હોય તો તે બદલવાની કામગીરી હાલ ચાલી રહી છ તેમજ ગેસ કંપની દ્વારા વિના મૂલ્યે નવા ગેસ મીટરો બદલી આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા ગેસ ખાતું 1972થી શરૂ કરવામાં આવ્યું હતું અને તે સમયના મીટર શહેરના જુના વિસ્તારોમાં ફીટ કરાયેલા છે. 

વર્તુળોના કહેવા મુજબ બધામાં ફોલ્ટી રીડિંગ કે બાયપાસ નહીં હોય, પરંતુ જેટલા પણ હશે તેના કારણે હાલ આર્થિક ફટકો પડી રહ્યો છે. ચેકિંગની કામગીરી પૂર્ણ થતા કેટલા મીટર બદલવામાં આવ્યા તે જાણી શકાશે. આ ઉપરાંત જે ગેસ ગ્રાહકો ગેસ વાપરતા નથી અથવા તો તેઓના ઘર બંધ રહે છે અને બે મહિનાનું બિલ પાંચ કે તેનાથી ઓછા યુનિટનું આવે છે, તેઓને જાન્યુઆરીથી બે માસનું પાંચ યુનિટનું બિલ આપવાનું શરૂ કરાયું છે.

Share :

Leave a Comments