લૂંટ-ધાડ સહિત 19 ગુનામાં સંડોવાયેલા આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો

આરોપી સામે વાઘોડીયા પોલીસ મથકમાં ચોરીનો ગુનો દાખલ થયો હતો

MailVadodara.com - Vadodara-District-Parole-Furlough-Squad-nabs-accused-involved-in-19-crimes-including-robbery

- આરોપીએ ચોરીનો મુદ્દામાલ ગેરકાયદે રીતે વેચાણથી મેળવી ગુનો આચર્યો હતો

વાઘોડીયા પોલીસ મથકમાં થયેલી બે ચોરીના બનાવનો મુદામાલ વેચાતો રાખનાર અને વલસાડના જિલ્લાના પારડી પોલીસ મથકના લૂંટ-ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતાં આરોપી ભરત પંચાલને દાહેદ ખાતેથી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોડે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લા પોલીસ પરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઇ. વી. જી. લાબરીયાએ માહિતી આપતા જણાવ્યું કે, વાઘોડીયા પોલીસ મથકમાં 28મી મે અને અને 6 જૂનના રોજ ચોરીનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં આરોપી ભરત મોતીભાઇ પંચાલ (રહે.પંચાલ ફળિયુ, ચીલાકોટા, તા.લીમખેડા, જિ.દાહોદ) સંડાવાયેલો હોવાની જાણ થતાં જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે તેને ઝડપી પાડયો છે. આરોપી પાસેથી આ કામના ફરીયાદીના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના કુલ રૂપિયા 1.61 લાખની ઘરફોડ ચોરીનો મુદ્દામાલ બદઇરાદાથી ગેરકાયદે રીતે રાખી તથા બીજા ફરિયાદીના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના કુલ રૂપિયા 1.53 લાખની ઘરફોડ ચોરીમાં પણ ચોરીનો મુદ્દામાલ ગેરકાયદે રીતે વેચાણથી મેળવી ગુનો આચર્યો હતો.


મળેલી માહિતી પ્રમાણે પેરોલ ફર્લો સ્કોર્ડના પોસઇ વી.જી.લાંબરીયાએ જિલ્લાના વોન્ટેડ કુખ્યાત આરોપીઓની યાદી બનાવી તેમને ઝડપી પાડવા જરૂરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝીણટવણભરી રીતે આરોપીના સંભવિત તમામ વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવી પેરોલ-ફર્લો સ્કોડની ટીમ સાથે ઓપરેશન પાર પાડયું હતું. ઓપરેશન દરમિયાન પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ્ટેબલ મુનાફ નુરમોહમંદને મળેલી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડે બાલાજી નગર, ખંડેલવાલા ગોડાઉન પાછળ, રહીયાતી રોડ, દાહોદ ખાતેથી આરોપીને શોધી કાઢી ધરપકડ કરી વાઘોડિયા પોલીસના હવાલે કર્યો છે.

Share :

Leave a Comments