વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે રહેણાંક મિલકત ધરાવતા કરદાતાઓને મિલકત વેરાના બિલો આપી દેવામાં આવ્યા છે. હવે કોર્પોરેશન સરકારી અને અર્ધસરકારી ઔદ્યોગિક એકમો સહિતની મિલકતોના વેરાના બિલો તારીખ 21 ડિસેમ્બર બાદ બજાવશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની સરકારી અને અર્ધસરકારી મિલકતોના આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ માટે કંઈ વાંધો હોય તો વાંધા અરજી તારીખ 20 ડિસેમ્બર સુધીમાં કોર્પોરેશનની આકારણી શાખામાં લેખિતમાં પહોંચાડી દેવા દેવા સુચના આપવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશન રહેણાંક મિલકતોના બિલો અપાઈ ગયા બાદ સરકારી મિલકતોના બિલો આપતી હોય છે. ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ મુજબ જ મિલકતનો સામાન્ય કર આકારવામાં આવે છે. કોર્પોરેશન શહેરના 19 વોર્ડમાં આવેલી રહેણાંક મિલકતોના દર વર્ષે આશરે 8.20 લાખ વેરાના બિલો આપે છે. ચાલુ વર્ષે વેરાની આવકનો 560 કરોડનો અંદાજ આકારવામાં આવ્યો છે. કોર્પોરેશન રહેણાંક મિલકતોના બિલોની સાથે સરકારી અને અર્ધસરકારી કચેરીના બિલો આપતી નથી.દેવા સુચના