વડોદરા કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ રીબેટ યોજના અમલમાં મુકવા સ્થાયીમાં દરખાસ્ત રજૂ

રહેણાંક મિલકત માટે 10 ટકા અને કોમર્શિયલ માટે 5 ટકા વળતર આપશે, અને જાે બંને વેરો ઓનલાઇન ભરે તો વધુ 1 ટકો વળતર આપવામાં આવશે

MailVadodara.com - Vadodara-Corporation-submitted-a-proposal-to-implement-the-Advance-Tax-Rebate-Scheme

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના મિલકત વેરાના બિલની રકમ અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ સહિત એકસાથે ભરપાઇ કરે તો રિબેટ (વળતર) આપવાની યોજના અમલમાં મુકવા અંગે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.

વર્ષ અને ૨૦૨૩-૨૪ માટે એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ (વળત૨) યોજના અમલમાં મુકવામાં આવે તો શહેરનાં અંદાજે ૮.૨૦ લાખ કરદાતાઓને આ યોજનાનો લાભ મળી શકે તેમ છે. વર્ષ ૨૦૨૨-૨૩ ની મિલકત વેરાની ડીમાન્ડ રૂ.૪૬૫.૧૧ કરોડ હતી. ચાલુ વર્ષે મિલકત વેરા પેટે ૫૬o કરોડની આવક થવાનો અંદાજ છે. જો આ યોજના જાહેર કરવામાં આવે તો ચાલુ વર્ષે પણ સારો પ્રતિસાદ મળશે તેમ દરખાસ્ત માં જણાવાયું છે. 

કરદાતાઓ એડવાન્સ વેરાની રકમ ઓનલાઇન ભરવા પ્રેરાય તે માટે પ્રોત્સાહન આપવા સર્વ પ્રથમ વખત ૧ ટકા વધુ રિબેટ આપવાની યોજના પણ મુકાશે. વર્ષ ૨૦૨૩-૨૪ના આકારણી રજીસ્ટર પ્રસિધ્ધ કર્યા પહેલાં એડવાન્સમાં વેરો ભરપાઈ કરે તો રહેણાંક મિલકત માટે પ્રોપર્ટી ટેક્ષમાં ૧૦ ટકા અને કોમર્શિયલ મિલકત માટે પાંચ ટકા વળતર અપાશે.

આ બંનેમાં જો વેરાની રકમ ઓનલાઇન ભરે તો વધુ એક ટકો વળતર અપાશે. મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર,પાણીકર અને કન્ઝરવન્સી અને સુઅરેઝ ટેક્ષની ૨કમ ૫૨ વળતર અપાશે, પરંતુ શિક્ષણ ઉપકર, સફાઇ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર કોઇ રિબેટ મળશે નહીં. જોકે આ યોજના ક્યારથી અમલમાં આવશે તે દરખાસ્ત મંજૂર થયા બાદ જાહેર કરવામાં આવશે.

Share :

Leave a Comments