શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર અને ભારે વરસાદને કારણે શહેરના માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું હતું. રસ્તાઓ ઉપર નાના-મોટા ખાડાઓ પડી ગયા હતા. પાલિકા દ્વારા છેલ્લા 18 દિવસમાં 10 હજારથી વધુ ખાડાઓ પૂરવામાં આવ્યા છે.
વડોદરા પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમા પુર બાદ શહેરમાં રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓના પુરાણની કામગીરી વડોદરા મહાનગરપાલિકા તથા રોડ પ્રોજેક્ટના ઇજારદારો દ્વારા તા. 30-8-2004થી તા. 18-9-2024 સુધી દિવસ-રાત યુધ્ધના ધોરણે કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમા સંયુક્ત ટીમ દ્વારા કુલ 10,380 ખાડાઓનુ પુરાણ કરવામાં આવ્યું છે.
વધુમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, 7599 ખાડાઓ માટે કિલ 10162 મેટ્રીક ટન HOTMIX વાપરવામાં આવેલ છે. જેમાં કુલ 4551 ખાડાઓ 4601 મેટ્રીક ટન હોડ્મિક્ષ મટિરિયલ વડોદારા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અટલાદરા હોમિક્ષ પ્લાંટ મારફતે પુરાણ કરવામાં આવેલ છે. તથા 3048 ખાડા રોડ વિભાગના ઇજારદારો દ્વારા 5561 મેટ્રીક ટન હોટમિક્ષ વાપરી પુરાણ કરવામાં આવેલ છે. તથા કુલ 2737 ખાડાઓ 2309 મેટ્રીક ટન WETMIXથી પુરવામાં આવ્યાં. આ સિવાય કુલ 44 ખાડાઓ 26.5 મેટ્રીક ટન COLDMIX મારફતે પુરવામાં આવેલ છે.