વડોદરા કોર્પોરેશન દ્વારા 13 અને 14 ઓક્ટોબરે શહેર સ્તરની ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું

પ્રથમ સ્થાને વિજેતા થનાર ટુકડીને રાજ્ય સ્તરની ગરબા સ્પર્ધામાં ભાગ લેવા મોકલાશે

MailVadodara.com - Vadodara-Corporation-organized-a-city-level-garba-competition-on-October-13-and-14

- સ્પર્ધામાં ભાગ લેવા માગતી સંસ્થા કે ટુકડીઓએ ખંડેરાવ માર્કેટ સ્થિત જનસંપર્ક વિભાગમાંથી ફોર્મ મેળવી તા.9 સુધીમાં જમા કરાવવાના રહેશે

નવરાત્રી મહોત્સવની હાલ ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક આ વખતે પણ શહેર સ્તરની ગરબા સ્પર્ધાનું આયોજન તા.13 અને 14 ઓકટોબરના રોજ કરવામાં આવેલ છે. ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માગતી સંસ્થા કે ટુકડીઓએ આ માટેના ફોર્મ કોર્પોરેશનના જનસંપર્ક વિભાગ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગમાંથી મેળવી તા.9 સુધીમાં પરત કરવા સુચના આપવામાં આવી છે.


ગરબાની પ્રત્યેક ટુકડીમાં સંખ્યા 12 થી 16 ની રાખવામાં આવે છે અને વય મર્યાદા પણ 14 થી 35 વર્ષની રાખવામાં આવે છે. પ્રત્યેક ટુકડીએ પ્રાચીન અને અર્વાચીન એમ બે ગરબા રજૂ કરવાના હોય છે. લોક સાહિત્યની દ્રષ્ટિએ યથા યોગ્ય હોય તેવી કૃતિને રજૂ કરવાની હોય છે. ગરબા સાથે સાજ સંગીતમાં વધુમાં વધુ ચાર વાદ્યોનો ઉપયોગ કરી શકાય છે. અલગ ગાયક વૃંદ રાખી શકાતું નથી. ગરબાની રજૂઆત માટે ચપટી, મંજૂરા દીવડા, માટલી, માંડવડી, ગાગર, ઘડો વગેરેનો ઉપયોગ કરવા દેવાય છે. લોકગમ્ય ઢાળ, કંઠનું માધુર્ય, અંગડોલન અને લયબ્ધ ઘુમવાની છટા તેમજ સુસ્પષ્ટ ઉચ્ચારણના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. ગરબો 6 થી 10 મિનિટમાં પૂર્ણ કરવાનો રહે છે. 

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેર સ્તરની ગરબા સ્પર્ધા ગયા વર્ષે સયાજીરાવ નગર ગૃહ ખાતે યોજવામાં આવી હતી. આ ગરબા સ્પર્ધામાં કુલ 19 એન્ટ્રી આવી હતી. સમગ્ર સ્પર્ધામાં પ્રાચીન અને અર્વાચીન વિભાગમાં પ્રથમ સ્થાને આવનાર ટુકડીને રાજ્યકક્ષાના ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવે છે. રાજ્ય સ્તરની ગરબા સ્પર્ધામાં ભાગ લેવા બંને વિભાગની ટુકડીઓને કોર્પોરેશનના ખર્ચે લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવે છે. બે વર્ષ અગાઉ કોરોનાના કારણે ગરબા સ્પર્ધા યોજી શકાય ન હતી.

Share :

Leave a Comments