વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈ.એ.એસ. અર્પિત સાગરની નિમણૂક થયા બાદ ખાતાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. હવે 10 વિભાગોના ખાતાધિકારીઓને મુક્ત કરી તે ખાતાઓને અર્પિત સાગરના તાબા હેઠળ મૂકવામાં આવ્યા છે.
તાજેતરમાં વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અર્પિત સાગરની નિમણૂક થઈ છે. જેથી જીપીએમસી એક્ટ મુજબ ઝોન તથા ખાતાની કામગીરીમાંથી હાલ કાર્યરત ખાતા અધિકારીઓને મુક્ત કરી તે ખાતા અર્પિત સાગરના તાબા હેઠળ મૂકવામાં આવ્યા હોવાનો પરિપત્ર કોર્પોરેશનના સામાન્ય વહીવટ વિભાગ તરફથી જારી કરવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ ઝોન, આરોગ્ય વિભાગ, આઇટી વિભાગ, સ્માર્ટ સિટી, પાર્કસ એન્ડ ગાર્ડન, ઝુ શાખા, પ્લેનેટોરિયમ, યુસીડી વિભાગ, એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ અને સ્ટ્રીટ લાઈટ વિભાગ હવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરના તાબા હેઠળ રહેશે.