નવનિર્મિત અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલ નજીક પેચવર્ક કર્યા બાદ ભૂવો પડ્યો

રોડ વચ્ચે પડેલા ભુવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી

MailVadodara.com - Under-the-newly-constructed-Atal-Bridge-the-ground-collapsed-after-patchwork-was-done-near-Genda-Circle

શહેરમાં યોગ્ય પુરાણના અભાવે રોડ બેસી જવાના અને ભુવો પડવાના અનેક બનાવો બને છે. ત્યારે નવનિર્મિત ગેંડા સર્કલ બ્રિજ નીચે ભુવાએ આકાર લેતા પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ હતી. મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીના અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલ નજીક રવિવારે ભુવો પડ્યો હતો. બ્રિજનું નિર્માણ થયા બાદ સર્વિસ રોડ પર પેચવર્કની કામગીરી થઈ હતી. જોકે બપોરે એકાએક રોડ બેસી જતા ત્યાંથી વાહનચાલકોને પરેશાની થઈ હતી. કોઈ વાહનચાલક ભુવામાં ન પડે તે માટે જાગૃત નાગરિકે ભુવાની આસપાસ પથ્થરની આડસ મૂકી હતી. રોડ વચ્ચે ભુવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તંત્ર વહેલી તકે ભુવાનું સમારકામ કરે તેવી વાહનચાલકોએ માંગ કરી હતી. શહેરમાં ચોમાસામાં ભુવા પડતા હોય છે. ઉનાળામાં ભુવો પડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પાણી અને ડ્રેનેજના કામ બાદ યોગ્ય પુરાણને અભાવે ભૂવો પડ્યો હતો.



Share :

Leave a Comments