સાવલી-હાલોલ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર બે યુવાનો ફંગોળાયા, એકનું મોત

શેરપુરા ગામ પાસે અકસ્માત સર્જાતા પસાર થતં વાહનચાલકો એકઠાં થઇ ગયા હતા

MailVadodara.com - Two-young-bikers-were-killed-after-being-hit-by-an-unknown-vehicle-on-Savli-Halol

- બીજાને ગંભીર ઇજાઓ પહોંચતા સાવલીની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયો

વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ પર શેરપુરા ગામ પાસે અજાણ્યા વાહને બાઇક સવાર બે યુવાનોને અડફેટે લેતાં ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવની જાણ સાવલી પોલીસને થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. 


મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ પર શેરપુરા ગામ પાસેથી 23 વર્ષીય રાકેશ રાઠવા અન્ય યુવાનને બાઇક ઉપર બેસાડી જઇ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ પસાર થતા અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં બાઇક સવાર બંને યુવાનો રોડ પર ફંગોળાયા હતા. જેમાં બાઇક ચાલક રાકેશ રાઠવાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું.

આ ઘટના બનતાં રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો એકઠાં થઇ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સાવલી જનમોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી અને ઘટના સ્થળે મોતને ભેટેલા યુવાનની લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments