વડોદરા પાલિકામાં વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારની વય મર્યાદા 35 વર્ષ કરવા વિચારણા

જગ્યાઓની સીધી ભરતીના નિયમોની લાયકાતમાં ઉપલી વય મર્યાદા 30 વર્ષ ઠરાવેલ છે

MailVadodara.com - Consideration-of-increasing-the-age-limit-of-the-candidate-to-35-years-in-the-Class-III-recruitment-process-in-Vadodara-Municipality

વડોદરા પાલિકામાં ટેકનિકલ સંવર્ગ વર્ગ-3ની આસી. એન્જીનીયર અને એડી. આસી. એન્જીનીયર (સીવીલ/મીકેનીકલ/ઇલેકટ્રીકલ)ની હાલની સીધી ભરતીની લાયકાતમાં ઉપલી વય મર્યાદામાં 30 વર્ષના બદલે 35 વર્ષ કરવાના સુધારો કરવામાં આવી શકે છે. 

વડોદરા પાલિકામાં ટેકનિકલ સંવર્ગ૩માં આસી. એન્જીનીયર અને એડી. આસી. એન્જીનીયર (સીવીલ/મીકેનીકલ/ઇલેકટ્રીકલ)ની જગ્યા સીધી ભરતીથી ભરવાનું ધોરણ છે. જગ્યાઓની સીધી ભરતીના નિયમોની લાયકાતમાં ઉપલી વય મર્યાદા 30 વર્ષ ઠરાવેલ છે. વય મર્યાદા મુજબ તાજેતરમાં સીધી ભરતીની ટેકનિકલ સંવર્ગ વર્ગ-3માં આપવામાં આવેલ જાહેરાત અંતર્ગત પૂરતી સંખ્યામાં ઉમેદવારો પ્રાપ્ત થતા ન હોવાનું જણાય આવેલ છે. 

સરકારના વર્ગ-3ની સીધી ભરતીના કેટલીક જગ્યાઓમાં વય મર્યાદા 35 વર્ષની હોવાનું જણાય છે. જે ધ્યાને લેતા વડોદરા પાલિકામાં ટેકનિકલ સંવર્ગ વર્ગ-3 આસી. એન્જીનીયર અને એડી. આસી. એન્જીનીયર (સીવીલ/મીકેનીકલ/ ઇલેકટ્રીકલ)ની હાલની ઠરાવેલ ભરતીની લાયકાતમાં ઉપલી વય મર્યાદામાં 35 વર્ષની ઉંમર કરવામાં આવી શકે છે. જેથી બહોળી સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષાને અંતે પાલિકાને યોગ્ય અને અનુભવી ઉમેદવારો મળી શકશે.

Share :

Leave a Comments