હરણી વિસ્તારમાં રહેતી બે સગી જોડિયા બહેનો ૪૦ દિવસથી ગુમ

સયાજીગંજ પોલીસ બંને બહેનોની ભાળ મેળવવામાં નિષ્ફળ જતાં ક્રાઇમ બ્રાન્ચ ને તપાસ સોંપાઈ

MailVadodara.com - Two-identical-twin-sisters-living-in-Harani-area-have-been-missing-for-40-days

વડોદરા શહેર ના હરણી વિસ્તારમાં રહેતી બે સગી જોડિયા બહેનો છેલ્લા ૪૦ દિવસ થી  ગુમ છે. યુવતીના પિતાએ સયાજીગંજ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ કરી હતી. જો કે હવે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતાં નિવૃત  ચીમનભાઈ નું માનીયે તો તેઓ મોટનાથ રેસીડેન્સી માં તેમની બે જોડિયા પુત્રી અને પુત્ર તથા પુત્રવધુ સાથે રહે છે. તેમની બે જોડિયા પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે. ગત ૧૭ ફેબ્રુઆરી ના રોજ બંને  બહેનોને તેનો ભાઈ કાલા ઘોડા સર્કલ પાસે મૂકીને નોકરીએ જતો રહ્યો હતો. સાંજે પાંચ  વાગે રાબેતા મુજબ દરરોજ ઘરે  આવી  જતી બંને બહેનો તે દિવસે ઘરે ના આવતા  ચીમનભાઇ અને તેમના પુત્ર એ પ્રાથમિક તપાસ કરી હતી. જો કે બંન્ને બહેનોનો પત્તો લાગ્યો ન હતો. આ દરમ્યાન ચીમનભાઈ ભાઈએ સયાજીગંજ પોલીસ મથકે  બંને પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ચીમનભાઇ  અને તેમનો પુત્ર છેલ્લા ૪૦ દિવસ થી  સયાજીગંજ પોલીસ મથકના પગથિયા ઘસે છે. તેમણે ઉપરી અધિકારીઓનો પણ સંપર્ક કર્યો હતો. જો કે સયાજીગંજ  પોલીસ બંને બહેનોની ભાળ મેળવી શકી નથી. આ દરમ્યાન આ ફરિયાદની તપાસ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવામાં આવી છે.

Share :

Leave a Comments