- મસ મોટા મગરને પકડવા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી
વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનના બાથરૂમમાં સંતાઈ રહેલા મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુની ટીમે પકડી પાડ્યો હતો. સાડાબાર ફૂટ મોટા મગરને પકડવા રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવી પડી હતી.
વડોદરા શહેરમાં ચોમાસામાં મગર સડકો પર અને રહેણાંક વિસ્તારોમાં આવી ચઢતા હોય છે. મંગળવારે સવારે પાંચ વાગે અંધારામાં ખાસવાડી સ્મશાન માં મગર ધૂસી ગયો હતો. લગભગ સાડાબાર ફૂટ મસ મોટો મગર સ્મશાનના બાથરૂમમાં છુપાઈ ગયો હતો. મસ મોટા મગરને પકડી પાડવા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમના સંજય રાજપૂત અને ટીમના સભ્યો ખાસવાડી સ્મશાન દોડી આવ્યા હતા. રેસ્ક્યુ ટીમને ભારે જહેમત બાદ મગર પકડવામાં સફળતા મળી હતી. રેસ્ક્યુ ટીમે મગર પકડી સલામત સ્થળે છોડી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મગરો મહિલાને વિશ્વામિત્રી નદીમાં ખેંચી ગયા હતા. મહિલાનો મૃતદેહ બહાર કાઢવા ફાયર બ્રિગેડના લાશ્કરોને ભારે જહેમત ઉઠાવી પડી હતી.