વારસિયામાંથી 26 લાખનો દારૂ પકડાયા બાદ PI, 2 PSI સહિત 3 પોલીસ જવાનની બદલી

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ શહેર પોલીસ કમિશનરે બદલી કરવાનો હુકમ કર્યો

MailVadodara.com - Transfer-of-3-police-constables-including-PI-2-PSI-after-seizure-of-liquor-worth-26-lakhs-from-Warsia

- બે પીએસઆઈને ટ્રાફિકમાં અને ત્રણ જવાનોને હેડ ક્વાર્ટર ખાતે મોકલાયાં

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ શહેર પોલીસ કમિશનરે બે પીએસઆઈ સહિત પાંચની બદલી કરવાનો હુકમ કર્યો હતો. જેમાં બે પીએસઆઈને ટ્રાફિકમાં અને ત્રણ જવાનોને હેડ ક્વાર્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

વિદેશી દારૂના ધંધા માટે બદનામ વારસિયા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 25 લાખની કિંમત ધરાવતો દારૂનો જંગી માત્રામાં જથ્થો ઝડપી પાડયો હતો. બુધવારની રાત્રીએ પાડેલા આ દરોડામાં સ્થાનિક પોલીસની બેદરકારી છત્તી થઈ થતાં પોલીસ કમિશનરે આ બદલીઓ કરી છે. જોકે હજી પણ વધુ બદલીઓ થઈ શકે છે. એક આઇસર ટેમ્પો અને બે પિકઅપ ભરી કુલ 19,267 નાની મોટી બોટલો અને બિયરના ટીન પોલીસે કબ્જે કર્યા હતા. 

વારસિયા પોલીસ મથકની હદમાં આવેલા કિશનવાડી વિસ્તારના ખોડિયાર ચોક, વુડાના મકાન પાસે યોગીનગરના જુદા-જુદા મકાનોમાં દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ રોલને મળી હતી. જેના આધારે પી.એસ.આઇ રબારીએ ટીમ સાથે રાખી દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી દારૂ વેચતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી આનંદ કહાર સહિત અન્ય 4ને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. દરોડાને પગલે શહેર પોલીસ તંત્રમાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો અને બદનામ થયેલા વારસિયા પોલીસ મથકમાં પણ સોંપો પડી જવા પામ્યો હતો.

ડીસીપી ઝોન-4 પન્ના મોમાયાએ જણાવ્યું છે કે, શહેર પોલીસ કમિશનરે શુક્રવારે જ બદલીઓના આદેશ કર્યા હતા. જેમાં વારસિયા પોલીસ મથકના પી.એસ.આઈ મિશ્રાને ટ્રાફિકમાં મુકાયા છે અને એ.એસ.આઇ પ્રકાશની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે, જ્યારે ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા જવાન પ્રવીણને હેડ ક્વાર્ટર એવી જ રીતે ડીસીપી ઝોન-4માં ફરજ બજાવતા જવાન ભીમદેવને હેડ ક્વાર્ટરમાં અને રીડર પી.એસ.આઈ ગોહિલે ટ્રાફિકમાં મુકાયા છે. જોકે ગોહિલે બદલીની માંગણી અગાઉથી જ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ઈન્ચાર્જ પીઆઇ યુ.જે. જોશીને મહિલા પોલીસ મથકના મૂળ સ્થાને મોકલી નવા પીઆઇ તરીકે મિત્તલ ચૌધરીને મૂકાયા છે.

Share :

Leave a Comments