ખંડેરાવ માર્કેટ પાસે દબાણ દૂર કરવાની VMCની કામગીરીમાં બેધારી નીતિથી વેપારીઓમાં રોષ

વહેલી સવારે કામગીરી કરો એક્ટીવા પણ જઇ ન શકે એવી સ્થિતિ હોય છે

MailVadodara.com - Traders-angered-by-double-edged-policy-of-VMC-to-relieve-pressure-near-Khanderao-market


વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દૂર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે. જેને લઇને લારીધારકોમાં રોષ ફેલાયો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે 5 વાગ્યે કરે, સવારે 5 વાગ્યે એક એક્ટીવા પણ જઇ ન શકે એવી સ્થિતિ હોય છે પરંતુ, તંત્ર દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાથી સવારે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેવો આક્ષેપ કર્યો હતો.

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફુટ્સ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોય છે. આ કામગીરીથી લારીધારકો રોષે ભરાયા છે અને આજે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તે સાથે જ તંત્ર પર હપ્તા લેતા હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતાં. મોડી રાત્રે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા.


વિક્રેતાઓએ જણાવ્યુ હતું કે, સવારે 5 વાગ્યાથી લઇ 8 વાગ્યા સુધી મોટી ગાડીઓ રોડ પર લગાડીને ટ્રાફિક કરવામાં આવે છે. તે લોકો 9 વાગ્યા પહેલા ધંધો કરીને જતા રહે છે. પછી અમે સ્થાનિકો લારી લઇને ફુટપાથ પર બેસીને ધંધો કરી રહ્યા છે. અમને હટાવી દેવામાં આવે છે. સતત 8 દિવસથી અમોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમને 44 ડિગ્રીની ગરમીમાં ભગાડવામાં આવે છે. તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે 5 વાગ્યે કરે, સવારે 5 વાગ્યે એક એક્ટીવા પણ જઇ ન શકે તેવી સ્થિતિ હોય છે. જેની દુકાનો નથી, તેઓ રોડ પર ધંધો કરે છે.

વેપારીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, ભાડુ આપવામાં આવે છે તેમછતાં લારીઓવાળાને આખો દિવસ હેરાન કરે છે. ચોક્કસ લોકોને હેરાન કરવામાં આવતા નથી. લારીઓ દબાઇને ઉભી રાખવામાં આવે છે. અમને કંઇ થઇ ગયું તો જવાબદાર કોણ? સવારે તમે 5 વાગ્યે આવીને જુઓ તો 9 વાગ્યા સુધી ચાલવાવાળા માણસોને પણ જગ્યા ન મળે એવી સ્થિતિ સર્જાય છે. મહિલા વેપારીએ જણાવ્યું કે, સવારમાં કોઇ આવતું નથી. પાલિકા કે પોલીસ કોઇ આવતું નથી. 9 વાગ્યા પછી જ બધા આવે છે. મોટી ગાડીઓને કારણે જ ટ્રાફિક થાય છે.

Share :

Leave a Comments