આજે શ્રાવણ સુદ સાતમ: બાળકોના સારા સ્વાસ્થ્ય માટે મહિલાઓએ શીતળા માતાની પૂજા-અર્ચના કરી

શીતળા સાતમ લોક બોલીમાં `ટાઢીશીરી' તરીકે પણ જાણીતો તહેવાર છે

MailVadodara.com - Today-Shravan-Sud-Satam-Women-worshiped-Mother-Shitla-for-good-health-of-children


આજે પવિત્ર શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ નિમિત્તે શહેરમાં બહેનો દ્વારા મોટી સંખ્યામાં વિવિધ સ્થળોએ શીતળા માતાની પૂજા કરી હતી.


આજે નિજ શ્રાવણ માસની સુદ સાતમ એટલે શીતળા સાતમ છે આમ તો પવિત્ર શ્રાવણ માસમાં  આવતા વિવિધ વ્રતો અને તહેવારો આવતા હોય છે, ત્યારે આજરોજ શ્રાવણ સુદ સાતમને બુધવાર, શીતળા સાતમ જે લોક બોલીમાં "ટાઢીશીરી" તરીકે જાણીતો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. શિતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પ્રથા ચાલતી આવી છે. શીતળા સપ્તમીના સદીઓ જુના રીતરિવાજ અનુસાર નાગરિકો આગલા દિવસે જે રાંધણ છઠ્ઠ તરીકે ઓળખાય છે, તે દિવસે વિવિધ પકવાનો બનાવતા હોય છે અને સાયંકાળે ચૂલો કે ગેસની સગડીની કંકુ ચોખાથી પૂજા કરી સાથીયો પાડી અગ્નિઠારી દેતા હોય છે. 


સાતમના દિવસે ગામડાઓમાં બ્રાહ્મણો દ્વારા માટીમાંથી શીતળા માતાની પ્રતીમા પણ બનાવવામાં આવે છે. અને ત્યારબાદ મહિલાઓ સમુહમાં શીતળા માતાની મૂર્તિને દૂધ, પાણી, અબીલ ગુલાલ, કંકુ, ચોખા, વેલા, વનસ્પતિ સહિતની સામગ્રી અર્પણ કરી અને શ્રીફળ વધેરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે.


ધાર્મિક માન્યતા અનુસાર અનુસાર શીતળા માતાની પૂજા કરવાથી સમગ્ર પરિવારનું આરોગ્ય, સ્વાસ્થ્ય સારું રહે છે, જળવાઈ રહે છે. નાની સાતમ અને મોટી સાતમ એમ લોકો બે સાતમ પણ કરતાં હોય છે. આજના દિવસે ચૂલો કે ગેસ સળગાવવામાં આવતો નથી. ગરમ જમવાનું હોતું નથી આજે ઠંડી વાનગીઓ જે રાંધણ છઠ્ઠના દિવસે બનાવવામાં આવે છે તે જ લોકો ગ્રહણ કરે છે.

ઉલ્લેખનિય છે કે, શિતળા સાતમ પણ ગુજરાતના અલગ અલગ ભાગોમાં અલગ અલગ દિવસે કરવામાં આવતી હોય છે. જેમાં શ્રાવણ સુદ અને શ્રાવણ વદની છઠ્ઠ અને સાતમ કરવામાં આવતી હોય છે.

Share :

Leave a Comments