વડોદરામાં શોર્ટકટથી નાણાં કમાવવા ત્રણ મિત્રોએ દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો, સપ્લાયર વોન્ટેડ

પીસીબી પોલીસે બાતમી આધારે બીલીપત્ર સોસાયટીમાંથી ત્રણેય મિત્રોને ઝડપી પાડ્યા

MailVadodara.com - Three-friends-start-a-liquor-business-in-Vadodara-to-make-money-from-a-shortcut-supplier-wanted

- પોલીસે ત્રણ મોબાઇલ ફોન, રોકડ મળી 34 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

શહેરમાં દારુનો ધંધાનો વેપાર ફૂલોફાલ્યો છે. ત્યારે અનેક યુવાનો શોર્ટકટથી નાણાં કમાવવા માટે દારુનો અપનાવી રહ્યા છે. શહેર પીસીબી પોલીસે દારૂના ધંધાનું સ્ટાર્ટઅપ કરનાર ત્રણ મિત્રોને ઝડપી પાડ્યા છે. પોલીસે દારુનો ધંધો શરૂ કરનાર ત્રણે મિત્રોને 18 નંગ દારુની બોટલો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, ખોડીયારનગર નજીક આવેલી બીલીપત્ર સોસાયટીમાં રહેતા પ્રશાંત પાઠક, માંડવી જગમહાલની પોળમાં રહેતા નૈમેષ ભાવસાર તેમજ ખોડીયાર નગર મોતીભાઇ પાર્કમાં રહેતો અલ્કેશ મહાડીક દ્વારા શોર્ટકટથી નાણાં કમાવવા ગેરકાયદે પ્રવૃતિઓમાં જોડાઈ શરાબનો જથ્થો લાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પીસીબી પોલીસે બાપોદ પોલીસ મથકની હદમાં આવેલા ખોડીયારનગર નજીક બીલીપત્ર સોસાયટીમાં દરોડો પાડીને વિદેશી શરાબનું વેચાણ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડો પાડતા તેઓના પાસેથી વિદેશી શરાબની 18 નંગ બોટલ મળી આવી હતી. જ્યારે ત્રણ મોબાઈલ ફોન તેમજ રોકડ રૂપિયા 4500 રોકડ મળીને પોલીસે રૂપિયા 34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે શરાબનો જથ્થો સપ્લાય કરનાર ફતેગંજના રીયાઝ શેખ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments