ગોધરાકાંડ તોફાનમાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી ૨૧ વર્ષે પકડાયો

આરોપી ઇદની ઉજવણી કરવા પોતાના ઘરે આવ્યો હતો

MailVadodara.com - The-wanted-accused-involved-in-the-Godhrakand-riots-was-arrested-at-the-age-of-21

- ગુનો દાખલ થયો ત્યારે આરોપી મોહંમદ જાવેદની ઉંમર ૧૫ વર્ષની હતી, હાલમાં ૩૮ વર્ષ છે

વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ સમયે થયેલા કોમી તોફાનમાં સંડોવાયેલા અને છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાવપુરા પોલીસે ઝડપી પાડયો છે.


પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડ પછી ઠેર - ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. તે દરમિયાન રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કોમી તોફાનો થયા હતા. જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ૧૫ વર્ષનો કિશોર વોન્ટેડ હતો. આ દરમિયાન રાવપુરા પી.આઇ.આર.બી. ચૌહાણને માહિતી મળી હતી કે, આ વોન્ટેડ આરોપી તેના ઘરે મચ્છીપીઠ કડુની પાગા વિસ્તારમાં ઇદની ઉજવણી માટે આવનાર છે. જેથી રાવપુરા પોલીસે વોચ ગોઠવીને મોહંમદ જાવેદ ઉર્ફે જાવેદ શબ્બીર સેન ઉર્ફે બચુ કાજીને ઝડપી લીધો હતો. 

ઉલ્લેખનીય છે કે, મોહંમદ જાવેદ ગુનો દાખલ થયા પછી દિલ્હી જતો રહ્યો હતો. અને ત્યાં સ્પેર પાર્ટ્સનો ધંધો કરતો હતો. ગુનો દાખલ થયો તે સમયે તેની ઉંમર માત્ર ૧૫ વર્ષની હતી. હાલમાં તેની ઉંમર ૩૮ વર્ષ થઇ ગઇ છે.

Share :

Leave a Comments