- બિનવારસી મૃતદેહોના નિકાલમાં એક ખાડામાં મૃતદેહોનો ઢગલો કરવામાં આવે છે...
- સફાળા જાગેલા તંત્રએ તાકીદની બેઠક બોલાવી...
મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલનું તંત્ર હંમેશા વિવાદમાં રહે છે. તાજેતરમાં મૃતદેહો બદલાઈ ગયા હતા તો હવે મૃતદેહોના નિકાલ કરવામાં અમાનવીયતા ચર્ચાનો વિષય બન્યો છે.
હિન્દૂ ધર્મમાં માણસ નો જન્મ મળવો એ ભગવાનની કૃપા ગણાય છે અને માણસના મૃત્યુ બાદ તો એમ કહેવાય છે કે દેવ થયા. એમ કહેવાય છે કે માણસના મૃત્યુ બાદ અંતિમવિધિ યોગ્ય રીતે કરવાથી માણસને મોક્ષ મળે છે. પરંતુ જે વ્યક્તિનું કોઈ ના હોય તો તેની અંતિમવિધિ કોણ કરે ? જો કે સરકારે જેનું કોઈ નથી એવા મૃતકોની અંતિમવિધિ માટે પણ વ્યવસ્થા કરી છે. મધ્યગુજરાત ની સૌથી મોટી સયાજી હોસ્પિટલ દ્વારા બિનવારસી મૃતદેહોના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેમાં કોન્ટ્રાકટર એક મૃતદેહનો નિકાલ કરે તો તેને રૂપિયા ૧૦૭૫ ચૂકવવામાં આવે છે.
હવે કોન્ટ્રાક્ટના નિયમ મુજબ મૃતદેહોનો નિકાલ અલગ અલગ કરવાનો હોય છે. આ નિકાલ માટે પાલિકાએ ખાસવાડી સ્મશાનમાં જગ્યા ફાળવી છે. તો શું કોન્ટ્રાકટર દ્વારા મૃતદેહોનો નિકાલ નિયમ મુજબ થાય છે ? અમે જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે એ તમને વિચલિત કરી શકે એમ છે. પરંતુ સત્ય સામે લાવવું જરૂરી છે એટલે અમારી ટીમે જ્યાં તીવ્ર દુર્ગંધ આવે ઉભા ના રહેવાય એવી વિકટ પરિસ્થિતિમાં જઈ આ દ્રશ્યો કેમેરામાં કંડાર્યા હતા. આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે એક શબ વાહિની માં મૃતદેહો આવે છે એક પછી એક કરીને મૃતદેહો નજીકમાં ખોદેલા ખાડામાં નાખવામાં આવે છે. મૃતદેહો ખાડામાં ઢગલો થઈ રહ્યા છે. મૃતદેહો સાથે નથી મીઠું નાખવામાં આવતું કે નથી કોઈ અન્ય વિકલ્પનો ઉપયોગ થતો. બસ એક પછી મૃતદેહો ખાડામાં નાખવામાં આવી રહ્યા છે.
મૃતદેહો સાથે અમાનવીય વર્તન અંગે તંત્રનું ધ્યાન દોરવું જરૂરી છે એટલે અમે સયાજી હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ રંજન ઐયરને પૂછ્યું કે મોતનો મલાજો કેમ જળવાતો નથી ?
સુપ્રીટેન્ડન્ટ કહે છે કે તપાસ કરવામાં આવશે. આ મુદ્દા સહિત અન્ય મુદ્દાઓ અંગે મે તાત્કાલિક મિટિંગ બોલાવી છે અને આ અંગે બે માણસો ની કોન્ટ્રાક્ટ પર નિમણુંક પણ કરવામાં આવશે
ખેર, હંમેશા વિવાદમાં રહેતી સયાજી હોસ્પિટલમાં એક વિવાદ સમતો નથી ત્યાં નવો વિવાદ ઉભો થાય છે.