- વી આઈ પી રોડ પર ફૂટપાઠ બનાવવાની રજુઆત સાંભળી ખરી પરંતુ કામ નથી કર્યું..!
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા શહેર સ્માર્ટ સીટી ની જ્યારે વાતો થતી હોય ત્યારે શહેર ના ભદ્ર વિસ્તાર ગણાતા એવા કારેલીબાગ વીઆઇપી રોડ ના ફૂટપાથ બનાવવાની કામગીરી પાલિકા દ્વારા ક્યારે હાથ ધરવામાં આવશે ? વડોદરા મહાનગર પાલિકા ના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
આ અગાઉ જે તે સમયે વડોદરા ના મેયર નીલેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, બાળું શુક્લા અને સાંસદ રંજનબેન ભટ્ટ ને ઓગસ્ટ મહિનામાં ટ્વીટર ના માધ્યમ થી ફોટા મોકલીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતા હજુ સુધી કોઈ પણ યોગ્ય જવાબ મળ્યો નથી.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા ટ્વીટર ના માધ્યમ થી Complaint has been registered નો મેસેજ પણ આવે છે તેમ છતાં ફરિયાદને બે મહિના થઈ ગયા પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. વડોદરા ના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મહીસુરી દ્વારા વડોદરા ના મ્યુનિસિપલ કમિશનર, મેયર અને લાગતા વળગતા તમામ અધિકારીઓને વધુ એકવાર તાકીદે કામ થાય એવી માંગ કરવામાં આવી છે. વહેલી તકે કારેલીબાગ વીઆઇપી રોડ ખાતે નવા ફૂટપાથ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે. હાલ માં વડોદરા શહેર ના સમાં - સાવલી રોડ પર પેવર બ્લોક લગાવી ને ફૂટપાથ બનાવવાની કામગીરી ચાલુ છે, વાઘોડિયા રોડ અને આજવા રોડ ખાતે પણ નવા ફૂટપાથ પાલિકા દ્વારા બનાવ્યા છે તો પછી કારેલીબાગ વીઆઇપી રોડની જ ઉપેક્ષા કેમ કરવામાં આવે છે ?