ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી કૃત્રિમ તળાવની આસપાસના દબાણો હટાવાયા

શ્રીજીની સવારીમાં અડચણ ન થાય તે પ્રકારની કાર્યવાહી કરી

MailVadodara.com - The-pressure-around-the-artificial-lake-was-removed-keeping-in-view-the-Ganesh-discharge

વડોદરા આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને ધ્યાનમાં લઈને પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ પાંચ વિસ્તારમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને દસ દિવસ બિરાજમાન થયેલા શ્રીજીની પ્રતિમાને વિવિધ તળાવ ખાતે વિસર્જન કરાશે. ત્યારે વિસર્જન યાત્રા વેળાએ કૃત્રિમ તળાવની આસપાસ ઉભા રહેતા લારી, ગલ્લા, પથારા જેવા દબાણો નડતરરૂપ ન બને તે માટે પાલિકા તંત્રએ તમામ તળાવની નજીકના માર્ગ પરથી હંગામી દબાણો દૂર કર્યા હતા. નવલખી, સમા ગદા સર્કલ પાસે, વાઘોડિયા રોડ એસએસવી સ્કૂલ નજીક, માંજલપુર સ્મશાન પાસે કોર્પોરેશનના પ્લોટ અને ગોરવા દશામાં તળાવ નજીકના માર્ગો ખુલ્લા કરી શ્રીજીની સવારીમાં અડચણ ન થાય તે પ્રકારની દબાણ શાખાએ કાર્યવાહી કરી હતી.

Share :

Leave a Comments