- રહીશોએ માટલા ફોડી પાણી આપો ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું
શહેરના હરણી વિસ્તારના રહીશોએ પીવાનું પાણી ન મળતા આંદોલનની ચીમકી આપી હોવા છતાં તંત્રની આંખો નહીં ખુલતા આજરોજ નારાજ લોકોએ મોરચો કાઢી પાણીની ટાંકી ખાતે હલ્લાબોલ કરી માટલા ફોડી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી છે. આ સાથે જ મહિલાઓએ ટાંકી ઉપર કપડાં ધોયા હતા. અત્રે નોંધનીય છે કે, મોંઘવારીના સમયમાં વેરો ચૂકવવા છતાં પાણી ખરીદવાની નોબત આવતા બેવડો માર સહન કરવાનો વખત આવ્યો છે.
સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વડોદરા શહેરમાં નાગરિકો પાસેથી આકરી કરવેરો વસૂલતી પાલિકાતંત્રની બેદરકારીના કારણે શહેરના અનેક વિસ્તારો કાળઝાળ ગરમીમાં નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેકવાર પાણી માટે રજૂઆતો કરી આંદોલનની ચીમકી આપવા છત્તાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા રોષે ભરાયેલા હરણી વિસ્તારના રહીશોએ પાણીની ટાંકી ખાતે હલ્લાબોલ કરી માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પીવાનું પાણી ન મળતા આંદોલનની ચીમકી આપી હોવા છતાં તંત્રની આંખો નહીં ખુલતા હરણી વિસ્તારના નારાજ રહીશોએ આજરોજ મોરચો કાઢી પાણીની ટાંકી ખાતે હલ્લાબોલ કરી માટલા ફોડી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. અત્રે નોંધનીય છે કે, મોંઘવારીના સમયમાં વેરો ચૂકવવા છતાં પાણી ખરીદવાની નોબત આવતા બેવડો માર નાગરિકોને સહન કરવાનો વખત આવ્યો છે.
સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વડોદરા શહેરમાં છાસવારે પાણી આપોની વેદના સાથે નાગરિકો તંત્રને રજૂઆત કરી રહ્યા છે. તાજેતરમાં વાઘોડિયા રોડ, નવાયાર્ડ, તુલસીવાડી વિસ્તારોમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડી પ્રદર્શન કર્યું હતું. તેવામાં શહેરના વોર્ડ નંબર-3માં સમાવિષ્ટ હરણી-સમા લીંક રોડ પાણીની ટાંકીની આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની સમસ્યા છે. ઓછા દબાણથી પાણી મળતા આસપાસ આવેલી 20થી વધુ સોસાયટી અને કોમ્પ્લેક્સોમાં પાણીની ટાંકીઓ ભરાઈ રહી નથી. અગાઉ અનેક વખત કાઉન્સિલર અને વહીવટી અધિકારીના કર્મચારીઓને રજૂઆત કરી હોવા છતાં તેમજ આંદોલનની ચીમકી આપી હોવા છતાં પીવાનું પાણી ઓછા સમય માટે ઓછા દબાણથી મળતા પાણીનો કકળાટ યથાવત રહ્યો હતો.
નારાજ મોટનાથ રેસીડેન્સીના રહીશોનો મોરચો પાણીની ટાંકી ખાતે ઘસી ગયો હતો અને માટલા ફોડી પાણી આપો ના ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સાથે જ મહિલાઓએ ટાકી ઉપર કપડાં ધોઇ પાણીની સમસ્યા માટે વેદના ઠાલવી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના કર્મચારીઓને દરજીપુરા તરફ પાણી વધુ પ્રમાણમાં મોકલવા સૂચન કર્યું છે તેમજ આગળથી પણ પાણી ઓછું મળી રહ્યું છે. જેના કારણે પરિસ્થિતિ ઉદ્ભવી છે.