- રાજેશ આયરે અને તેમની ટીમ પર દિવ્યાંગો આફરીન
મધ્ય ગુજરાતની અગ્રીમ ન્યુઝ ચેનલ "તીસરી આંખ " ના સફળતાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષે દિવ્યાંગો માટે ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તીસરી આંખ ના આયોજનમાં દિવ્યાંગો મન મૂકીને ગરબે ધૂમ્યા હતા અને મહાનુભાવોના હસ્તે તેમને વિવિધ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મધ્ય ગુજરાતની અગ્રીમ ન્યુઝ ચેનલ " તીસરી આંખ " સફળતાના ૨૩ પૂર્ણ કરી ૨૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. તીસરી આંખ ન્યુઝ ચેનલ દ્વારા વર્ષગાંઠ ની ઉજવણી દર વર્ષે અનોખા અંદાજમાં કરવામાં આવે છે. આ વર્ષે સુભાનપુરા સ્થિત શીશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગો માટે ગરબા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય ડેકોરેશન વચ્ચે ગ્રાઉન્ડમાં દિવ્યાંગો માટે બસમાં લાવવા, લઈ જવા તથા ઓળખ માટે કાર્ડ થી માંડી સેલ્ફી પોઇન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં વૈભવી ગરબા માત્ર જોઈને આનંદિત થતા દિવ્યાંગ ભાઈ, બહેનો અને બાળકો એ જ આનંદ પોતે લઈ શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરબાનો પ્રારંભ દીપ પ્રાગટ્ય થી થયો હતો. વિધાનસભાના દંડક બાળ કૃષ્ણ શુક્લા, હર્ષદ બાપા, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને કાઉન્સિલર શ્રી રંગ આયરે સહિત શાળાની બાળકીઓની ઉપસ્થિત માં થયો હતો. દિવ્યાંગ બાળકોની લાગણીને સમજીને બાળ કૃષ્ણ શુક્લા તથા હર્ષદ બાપા અને રાજેશ આયરે એ દિવ્યાંગો સાથે સેલ્ફી પડાવી હતી. ગરબા મહોત્સવમાં પ્રસિદ્ધ ગરબા ગાયક હિરલ જોષી અને તેમની એકેડેમીના સભ્યો એ ગરબાની રમઝટ બોલાવી હતી. ભાતિગળ ગરબા અને રાશ ની રમઝટ વચ્ચે આશરે પાંચ હજાર દિવ્યાંગ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ધૂમ્યા હતા. આ વિશિષ્ટ ગરબામાં ભાગ લઈ ધન્યતા અનુભવવા દિવ્યાંગોમાં કોઈ અમદાવાદ,સુરત, ભરૂચ અંકલેશ્વર, ભાવનગર સહિત રાજ્યભરમાંથી આવ્યા હતા. તો કોઈ રાજ્યબ બહારથી પણ આવ્યા હતા. ગરબા મધ્યાહને પહોંચ્યા ત્યારે દિવ્યાંગોનો ઉત્સાહ જોવા જેવો હતો. કોઈ ત્રણ પૈડાંની સાયકલ પર તો કોઈ ઘોડીના સહારે ગરબામાં ઝૂમી રહ્યા હતા. દિવ્યાંગોને પ્રોત્સાહીત કરવા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા, મેયર પિન્કીબેન સોની દિવ્યાંગઓની માંગણીને માન આપી ગરબે ઘૂમ્યા હતા. જયારે ડે.મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસત્વ, કાઉન્સિલર બાળું સૂર્વે, પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી તથા ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ મહારાજ, વોર્ડ નંબર ૯ ના કાઉન્સિલરો અને વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સાથે વોર્ડ સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા.
ગરબાની રમઝટ બાદ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલા અને પુરુષ દિવ્યાંગોને સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર પ્રમુખ વિજય શાહ, મેયર પિન્કીબેન સોની, ડે. મેયર ચિરાગ બારોટ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીના હસ્તે સિલાઈ મશીન તથા ટ્રાઈસિકલ ભેટ આપવામાં આવી હતી. ત્રણ પૈડાં ની સાયકલમાં એક સાયકલ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી ઈ- સાયકલનો પણ સમાવેશ થાય છે. ઇનામ વિતરણ બાદ દિવ્યાંગોને સ્વાદિષ્ટ ચ્હા-નાસ્તો પીરસવામાં આવ્યો હતો. ગરબા મહોત્સવ ના સફળ આયોજનની પુર્ણાહુતી રાજેશ આયરેએ દિવ્યાંગોની તમામ સંસ્થાઓ અને સંગઠનો તથા મહેમાનોનો આભર માની કરી હતી.
દિવ્યાંગો ને મન મુકી ને ગરબે રમતા જોઈ સૌ કોઈ ગદગદીત થઈ ગયા હતા. ઉત્સાહ અને ઉમંગ નો સંચાર જોઈ એવુ લાગતું હતું કે આ લોકોને દિવ્યાંગ કેવી રીતે કહેવા..?