વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર રહેતો પરિવાર ઘરમાં ઊંઘી ગયો હતો. તે દરમિયાન તસ્કર તેમના ઘરમાં ઘુસ્યો હતો અને મંદિરના રૂમમાં મુકેલા કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ મળી 1.65 લાખની સાફ સુફી કરી ફરાર થઈ ગયો હતો.
વડોદરા શહેરના વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર મહેશ કોમ્પલેક્ષની પાછળ આવેલા બાલાજી વિહાર ટેનામેન્ટમાં રહેતા આશીષ બાલકૃષ્ણ સોનીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે, હું માંડવી ઘડીયાળી પોળ પાસે પટોડીયા પોળમાં ઉદીતી બેંગલ્સના નામથી સોની કામ કરી વેપાર ધંધો કરું છુ. ગત તા.6 મેના રોજ સોમવાર હોય હું ઘરે હાજર હતો. રાત્રીના સાડા દશેક વાગે અમ બધા ઘરના સભ્યો સુઇ ગયા હતા. તા.7 મેના રોજ સવારમાં 7 વાગે મારી માતા હેમલત્તાબેન નોકરી જવા માટે ઉઠીને ઘરમા જોતા મારા બેડરૂમની બાજુમા આવેલા ભગવાનની રૂમમા મુકેલા લોખંડના કબાટના દરવાજા ખુલ્લા હતા. જેની જાણ મારી માતાએ અમને કરતા અમે ઊઠીને ચેક કરતા લોખંડના કબાટના ડ્રોઅરમા કબાટની ચાવી વડે કોઈ ચોર લોકરનું ડ્રોઅર ખોલી તેમા મુકેલા સોનાના દાગીના અને રોકડા રૂપીયા મળી 1.65 લાખ માલ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.