- સિટી પોલીસે આરોપી પાસેથી ચરસનો જથ્થો એક મોબાઈલ અને રોકડા રૂપિયા મળી રૂ.18 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં સિટી પોલીસે રેડ કરીને ચરસ વેચતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચરસનો જથ્થો એક મોબાઈલ અને રોકડા રૂપિયા મળી રૂ.18 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ચરસ સપ્લાય કરનાર આણંદના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતો મોહમ્મદ સિદ્દીક પાંચ જાન્યુઆરીના રોજ કેગંગનાથ મહાદેવ મંદીરની પટેલ ફળીયાના નાકાની સામે સહુરા એવન્યુના આગળ ભાગે એક રીક્ષામાં બેસી ચરસનુ વેચાણ કરે છે. તેવી બાતમી સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. જેના સીટી પોલીસની ટીમે બાતમીના સ્થળ પર જઈને રેડ કરીને મોહમંદ સીદીક સાલમમીયા અરબ (રહે.યાકુતપુરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની અંગજડતી તેની પાસેથી 10 ગ્રામ ચરસ, એક મોબાઈલ સહિત 18 હજારનો મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સરસ આપનાર અબ્બાસ બાવા (રહે. આણંદ) નહીં પકડાતા તેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.