- રૂપિયા 7.70 કરોડની માતબર રકમની લોન લઈ ફરિયાદી કંપની સાથે ગુનાહીત કાવતરું રચી ફરિયાદી કંપની સાથે ઉચાપત કરતા ફરિયાદ નોંધાઇ હતી
વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે લોન વાંચ્છુક ગ્રાહકો ઉભા કરી ખોટા તૈયાર કરેલ રીપોર્ટ આધારે કરોડો રૂપીયાની લોન લઇ ફાયનાન્સ કંપની સાથે ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલ અને બે વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો છે.
વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં આરોપી કમલેશ ગુપ્તા સામે વર્ષ-2019થી 2021 આ આરોપીઓએ ભેગા મળી 34થી વધારે લોન વાંચ્છુક ગ્રાહકો ઉભા કરી તેઓને પર્સનલ લોન અપાવવાનું કહી તેઓના ડોક્યુમેન્ટ મેળવી જે આધારે હોમ લોન માટે પ્રોસેસ કરી એડીશનલ વર્ક કોન્ટ્રાક્ટના ખોટા રીપોર્ટ બનાવી અલકાપુરી ખાતેની ચોલામંડલમ્ ફાયનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની લી.ની ઓફીસમાં સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદી કંપની પાસેથી રૂપિયા 7,70,66,800ની માતબર રકમની લોન લઈ ફરિયાદી કંપની સાથે ગુનાહીત કાવતરું રચી ફરિયાદી કંપની સાથે ઉચાપત કરતા ફરિયાદ નોંધાઇ હતી. આ આરોપી બે વર્ષથી ફરાર હતો જેનું નામ કમલેશ રાજકુમાર ગુપ્તા (ઉ.વ. 33 રહે.સવાદ કવાટર્સ હરણી રોડ વડોદરા)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.