વડોદરા આરોગ્યની ટીમને છેલ્લા અઢી મહિનામાં 18,329 તાવના અને ઝાડાના 1058 કેસો મળ્યા

આરોગ્ય વિભાગની 264 ટીમાએ અઢી મહિનામાં 10.57 લાખ જેટલા ઘર ચકાસ્યા

MailVadodara.com - The-Vadodara-health-team-received-18329-cases-of-fever-and-1058-cases-of-diarrhea-in-the-last-two-and-a-half-months

- ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કમળાના 100 કેસ અને સિઝનલ ફ્લૂના 14 કેસ મળ્યા


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 264 આરોગ્યની ટીમો વિવિધ વિસ્તારોમાં ફરીને ઘરોની તપાસ કરી રહી છે, અને જ્યાં જરૂર જણાય ત્યાં ફોગિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. ઘરમાં ભરેલા પાણીમાં મચ્છરોના પોરા કે છે કે કેમ તે માટે પાણી ભરેલા પાત્રોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જે ઘરો પોઝિટિવ એટલે કે ત્યાં મચ્છરોના પોરા મળ્યા છે એ સ્થળે પોરા નાબુદીની કામગીરી કરવામાં આવી રહી છે. તારીખ 2 જાન્યુઆરીથી 18 માર્ચ સુધીમાં 10.57 લાખ ઘર ચકાસ્યા છે, જેમાંથી 14,645 ઘર પોઝીટીવ મળ્યા છે. ઘરની બહાર કુંડા તથા પાણી ભરેલા 27237 ખાબોચિયામાં મચ્છરો ઉત્પત્તિના સ્થાનો મળતા તેની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. વાહક જન્ય અને પાણીજન્ય રોગ સંદર્ભે કરેલી કામગીરીમાં ડેન્ગ્યુના 44, ચિકનગુનિયાના 19, મેલેરિયાના 4 કેસ મળ્યા છે. વાયરલ હિપેટાઇટિસના 37 અને ટાઈફોડના 24 તેમજ સિઝનલ ફ્લુના 14 કેસ મળી આવ્યા છે. સૌથી વધુ તાવના 18329 અને ઝાડાના 1158 કેસ મળી આવ્યા હતા. કુલ 65,786 સેમ્પલોને તપાસ કરવા માટે લેતા વિવિધ રોગના કુલ 29,529 દર્દી મળી આવ્યા છે.

Share :

Leave a Comments