રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો, ઉત્પાદકો, ખરીદદારો અને ગ્રાહકો માટે અન્નની ખેતી, વપરાશ અને વ્યવસાય માટે બજાર પૂરું પાડવાના હેતુથી તા.1થી 3 માર્ચ સુધી શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે મિલેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી.
મિલેટ એટલે કે અન્નના ઉત્પાદન, વેચાણ અને મહત્વના લોકો સુધી પહોંચે એવા આશયથી યોજાનાર મિલેટ એક્સપોની તડામાર તૈયારી વડોદરા મહાનગરમાં થઇ રહી છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.