વડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત

સુરત બાદ વડોદરામાં H3N2 વાઇરસથી મોત થયું હોવાની શંકા

MailVadodara.com - Suspicious-death-of-a-58-year-old-woman-in-the-Covid-isolation-ward-of-Sayaji-Hospital-in-Vadodara

- ડેથ રિવ્યુ કમિટી મોતનું કારણ જાહેર કરશે : સયાજી હોસ્પિટલના RMO


વડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સુરત બાદ વડોદરામાં H3N2થી મોત થયું હોવાની શંકા સેવાઇ રહી છે. વડોદરાની આ મહિલાનું ખરેખર H3N2થી મોત થયું છે કે કેમ? તે જાણવા માટે તેના બ્લડ સેમ્પલો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. 

આ અંગે વડોદરાની સયાજી હોસ્પિટલના RMO ડો. ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે, દર્દી 11 માર્ચના રોજ એક મહિલાને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેની સારવાર આપવામાં આવી હતી. જેનું આજે સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. ડેથ રિવ્યુ કમિટી મોતનું કારણ જાણીને જાહેર કરશે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો સ્ટાફ એલર્ટ અને અનુભવી છે, જેથી સ્ટાફ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. આ વાઇરસમાં શરદી અને ખાંસી થતી હોય છે અને ટેસ્ટ કરાવીએ ત્યારે વાઇરસ અંગે ખબર પડે છે. શરદી અને ખાંસી વધી જાય તો ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ. માસ્ક પહેરવું જોઇએ અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ. આ ઉપરાંત વાઇરસમાં સ્પેસિફિક ટ્રીટમેન્ટ ન હોય ત્યાં સુધી આરામ કરવો જોઈએ અને લોકોને મળવાનું ટાળવું જોઈએ.

વડોદરાની 58 વર્ષીય મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા અને વેન્ટીલેટર પર હતા. બે દિવસ અગાઉ મહિલાને સારવાર માટે દાખલ કરાયા હતી અને સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.

H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસ છે જેને ઈન્ફલ્યુએન્ઝા એ વાઈરસ પણ કહેવામાં આવે છે. આ એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે જે દર વર્ષે રોગોનું કારણ બને છે. ઈન્ફ્લ્યુએન્ઝા એ વાઈરસનો પેટા પ્રકાર છે, જે 1968માં શોધવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments