વડોદરા પાલિકાની શિક્ષણ સમિતિની શાળાઓની સફળતાની ગાથા કેસ સ્ટડીઝ તરીકે ભણાવાશે

શિક્ષણ સમિતિના આચાર્યો માટે આઇઆઇએમ અમદાવાદમાં ચિંતન શિબિરનું આયોજન

MailVadodara.com - Success-story-of-schools-of-Vadodara-municipality-education-committee-will-be-taught-in-the-form-of-case-studies

- અભ્યાસક્રમના તમામ વિષયો માટે આચાર્યો માટે એક દિવસનો સેમિનાર યોજાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના આચાર્યો માટે આઇઆઇએમ-અમદાવાદ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે.


તાજેતરમાં આઇઆઇએમમાં એશિયાના વિવિધ શિક્ષણવિદ, શાળા સંચાલકો, મુખ્ય આચાર્યો અને તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એક સપ્તાહ સુધી શાળાકીય શિક્ષણ ક્ષેત્રના નેતૃત્વ સંવર્ધન અને નેતૃત્વ વિકાસના પાઠ ભણાવાયા હતા. આ અભ્યાસક્રમમાં વિવિધ કેસ સ્ટડીઝ તથા વ્યવસ્થાપન સિધ્ધાંતોના માધ્યમથી જુદા-જુદા વિષયોની જાણકારી મેળવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતગર્ત શિક્ષણને વ્યાપક અને સમગ્ર દ્રષ્ટિકોણ સાથે વિદ્યાર્થીલક્ષી બનાવાયું છે. તમામ વિષયોને આવરી વિદ્યાર્થીઓને પોતાના મનપસંદ વિષયમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવા લક્ષ્ય રખાયું છે. 

અધ્યક્ષના કહેવા મુજબ અભ્યાસક્રમના તમામ વિષયો માટે આચાર્યો માટે એક દિવસનો સેમિનાર યોજાશે. જેનો લાભ ૧૨૧ શાળાના ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે. આ ઉપરાંત શિક્ષણ સમિતિની શાળાઓની સફળતાની ગાથા મેનેજમેન્ટના ભાગરૂપે આઇઆઇએમ અમદાવાદમાં કેસ સ્ટડીઝ તરીકે ભણાવવામાં આવશે.

Share :

Leave a Comments