મેરી માટી મેરા દેશ સૂત્ર સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે શહેરના વોર્ડ 5માં બાપોદ તળાવ ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓની હાજરીમાં માટી એકત્રિત કરવામાં આવી હતી. સાથે સાથે વૃક્ષારોપણ પણ કરાયુ હતું.
દેશભરમાં તારીખ 9 થી 30 ઓગસ્ટ સુધી મેરી માટી મેરા દેશ સૂત્ર સાથે દેશભરમાંથી માટી એકત્રિત કરીને દિલ્હી ખાતે અમૃતવાટીકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે નિમિતે દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે.
તાજેતરમાં શહેર કક્ષાનો કાર્યક્રમ યોજ્યા બાદ આજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલના વોર્ડમાં માટી એકત્રિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જ્યાં સાથી નગરસેવકો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ 5માં આવતા બાપોદ તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આસપાસની શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં તેઓના હસ્તે માટી એકત્રિત કરવામાં આવી હતી. સાથે સાથે સફાઈ સેવકોને હસ્તે તળાવના કિનારે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતી.