વડોદરા ડિવિઝનમાં ભરુચ-અંકલેશ્વર વચ્ચેના પુલ નંબર 502 પર જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં કેટલીક ટ્રેનો રદ

રાજ્યમાં ભારે વરસાદ અને નદીઓનું જળસ્તર વધતાં પશ્ચિમ રેલવેની ટ્રેનોની અવર-જવરને ભારે અસર

MailVadodara.com - Some-trains-canceled-as-water-level-reaches-alarming-level-on-Bridge-No-502-between-Bharuch-Ankleshwar-in-Vadodara-Division

- નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટી કરતાં 10 ફૂટ વધુ પાણી વહેતાં ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ, લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયાં

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું છે. ચોમાસાના આ રાઉન્ડમાં મોટે ભાગે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે 195થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટી કરતાં 10 ફૂટ વધુ પાણી વહેતાં ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે રેલવેને અસર જોવામાં મળી છે, ત્યારે સરકારે લોકોને રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમને તહેનાત કરવાની ફરજ પડી છે. આ દરમિયાન વડોદરા અને ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. 

પશ્ચિમ રેલવેમાં વડોદરા ડિવિઝનમાં ભરુચ-અંકલેશ્વર સેક્શનમાં 502 નંબર બ્રિજ નજીક જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં રેલવે વિભાગની ચિંતા વધી છે. ભારે વરસાદ અને નર્મદામાં પૂર તથા નદીઓનું જળસ્તર વધવા જેવા અનેક કારણોસર ટ્રેનોની અવર-જવરને અસર થઇ છે. જોકે અમદાવાદ તરફ વડોદરા થઈને આવતી આજની ઘણી ટ્રેનોની અવર-જવરને પણ અસર થઈ છે. આ મોટાભાગની ટ્રેનો મુંબઈ લાઈનથી અમદાવાદ તરફ અવર-જવર કરે છે. આ ટ્રેનોને રદ કરવામાં આવી છે. 

- રદ કરાયેલી ટ્રેનોની વિગત 


22953 (મુંબઈ-અમદાવાદ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.

20901 (મુંબઈ-ગાંધીનગર વંદે ભારત) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.

20902 (ગાંધીનગર-મુંબઈ વંદે ભારત) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે.

12009 (મુંબઈ - અમદાવાદ શતાબ્દી એક્સપ I) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.

12010 (અમદાવાદ-મુંબઈ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે.

19015 (દાદર - પોરબંદર ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.

12934 (અમદાવાદ-મુંબઈ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.

12932 (અમદાવાદ-મુંબઈ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.

82902 (અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.

22954 (અમદાવાદ-મુંબઈ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.

12933 (મુંબઈ-અમદાવાદ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે.

12931 (મુંબઈ-અમદાવાદ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે.

82901 (મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે.

12471 (બાંદ્રા ટર્મિનસ-શ્રી મારા વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સ્પ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે.

12925 (બાંદ્રા ટી-અમૃતસર) જેસીઓ 18-09-23 રેકની માંગ માટે રદ કરવામાં આવી છે.

09172 (ભરૂચ-સુરત) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.

04711 (બીકાનેર-બાંદ્રા T) JCO 16-09-23 જે અમદાવાદ ખાતે ટૂંકી સમાપ્ત કરવામાં આવી હતી તે હવે ગંતવ્ય સ્થાન સુધી ચાલશે.

Share :

Leave a Comments