૨૦૦૭ થી ઓક્ટ્રોયના અવેજમાં વડોદરા ને મળતી સહાય અપુરતી..!!

આને કહેવાય "ઊંટના મોંઢામાં જીરું"...!

MailVadodara.com - Since-2007-the-assistance-received-by-Vadodara-in-lieu-of-octroi-is-insufficient

- સરકારે પાલિકાની આવક બંધ કરી અને તેના અવેજમાં આપવાની રકમ પણ ઓછી કરીને વડોદરાને અન્યાય કર્યો છે : ચંદ્રકાંત શ્રીવાસ્તવ

વડોદરા શહેરના વિકાસમાં સરકારી સહાય ખુબ મહત્વની છે. જો કે સરકાર તરફથી મળતી સહાય શું વિકાસના કામો માટે પ્રયાપ્ત થઈ રહે છે કે નહીં એ જાણવા જેવું છે. શું સરકાર ઊંટના મોઢામાં જીરું મુકી સંતોષ માની રહી છે ?

      વડોદરા શહેરનો વિકાસ પાલિકાની આવક પર નિર્ભર છે. પાલિકાની આવક સિવાય સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટ પણ વિકાસના કામો મા સહાયરૂપ રહે છે. જો કે સરકાર તરફથી  મળતી સહાય શું વિકાસના કામો પૂરતી પ્રયાપ્ત છે ? આ પ્રશ્ન ના જવાબમાં પાલિકાના ભૂતકાળ  પર નજર નાખવી પડશે. વર્ષો પહેલા પાલિકાના આવકના મુખ્ય સ્ત્રોત હતા ત્રણ. ટીડીઓ એટલે કે ટાઉન પ્લાનિંગ વિભાગ, આકારણી અને ઓક્ટ્રોય. ૨૦૦૭ મા રાજ્ય સરકારે ઓક્ટ્રોય બંધ કરી દીધી. આ સમયે વડોદરા મહાનગરપાલિકા ઓકતરોયની રૂપિયા ૨૦૦ કરોડની આવક મેળવતું હતું. જેમાં દર વર્ષે ૧૮ થી  ૨૦ ટકાનો વધારો થતો હતો. સરકારે ઓક્ટ્રોય બંધ કરી તેના અવેજમાં પાલિકાને એટલી રકમ આપવાનું શરૂ કર્યું. જો કે દર વર્ષના ઓક્ટ્રોય ની આવકના અંદાજિત વધારરા ને યોગ્ય રીતે ધ્યાને  લેવાયો નહીં. પરિણામ  સ્વરૂપે ઓક્ટ્રોય ની અવેજ તો મળતી રહી પરંતુ  દર વર્ષે જે વધારો  મળવો જોઈએ મળતો નથી. દર વર્ષે ૧૮ થી ૨૦ ટકાના વધારાની રકમ ઘટતી ગઈ. ઓક્ટ્રોય બંધ કરી ત્યારથી ૧૫ ટકાના  વધારાથી અપાતી વધારાની રકમ છેલ્લા ૨૦૨૨ માંડ ૭ ટકાએ પહોંચી ગઈ. આમ સરકાર તરફથી ઓક્ટ્રોય ના અવેજમાં મળતી સહાય વધવાને બદલે ઘટતી ગઈ. આ તફાવત ઘણો મોટો થઈ ગયો હોવાનું કોંગ્રેસ નું માનવું છે. કોંગ્રેસના સિનિયર કાઉન્સીલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ નું કહેવું છે કે જ્યારથી ઓક્ટ્રોય બંધ કરી ત્યારથી સરકાર  વડોદરા ને અન્યાય કરી રહી છે. ૨૦૦૭ થી ઓક્ટ્રોયના વિકલ્પ રૂપે અપાતી ગ્રાન્ટમાં પાલિકાને કરોડો રૂપિયા ઓછા મળ્યા છે. વડોદરાના શાશકો સરકાર પાસે તફાવતની રકમ માંગવાની હિંમત કરી શકતા નથી જેના કારણે વડોદરા નો વિકાસ રૂંધાઇ રહ્યો છે

         સરકાર ઓક્ટ્રોય ની ગ્રાન્ટ સિવાય અન્ય ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ  ઓક્ટ્રોય ની ગ્રાન્ટ ના અવેજમાં દર વર્ષે મળતી વધારાની  રકમ ઊંટના મોઢામાં જીરું સમાન છે.

Share :

Leave a Comments