સયાજીપુરામાં ચોરને પડકારતાં સીક્યોરીટી ગાર્ડની નિર્મમ હત્યા

સુરેશે પડકારતાં ચોરી કરવા આવેલા આરીફે ચાકુ માર્યું

MailVadodara.com - Security-guard-brutally-killed-while-challenging-a-thief-in-Sayajipura

- ૨૬ વર્ષના સુરેશના આગામી ૩૦ તારીખે લગ્ન હતા

- ગુન્હાહિત ઇતિહાસ ધરાવતાં આરીફ પર હત્યાનો પ્રયાસ સહિત સાત ગુન્હા નોંધાયા છે


વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં ચોરી કરવા આવેલા તસ્કરને પડકારતાં સીક્યોરીટી ગાર્ડની હત્યા થઇ હતી. તસ્કરે સીક્યોરીટી ગાર્ડ પર ચાકુથી હુમલો કરતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં રહેતા સુરેશ ભરવાડ રાષ્ટીય ધોરી માર્ગ નજીક આવેલા જય અંબે ટ્રાન્સપોર્ટમાં સીક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતા. ગત રાત્રે બાર વાગ્યાના સુમારે તેમના ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે આવેલા ચા ના ગલ્લા પર કોઇ વ્યક્તિ તાળું તોડવાનો પ્રયાસ કરતો તેમણે જાેયો હતો. તેમણે ગલ્લાના માલિક ધર્મેશભાઇ ગોકળીયાને ફોન કર્યો હતો. 


બીજી તરફ સુરેશભાઇએ ચોરને પડકાર્યો હતો. આ દરમ્યાન ચોરે તેમના પર ચાકુ વડે હુમલો કરતાં છાતીના ભાગે ચાકુના ઘા ઝીંક્યા હતા. સુરેશભાઇએ ફોન કર્યો હોવાથી ધર્મેશભાઇ અને તેમનાભાઇ ભરતભાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જાેકે તેમને જાેઇ ચોર નાસી છૂટ્યો હતો. સુરેશને છાતીમાં ચાકુ વાગ્યું હોવાથી તે ઢળી પડ્યો હતો. સુરેશને સારવાર અર્થે ખસેડવામાં આવે તે પહેલાં ઘટના સ્થળે આવેલા 108ના સ્ટાફે તેમને મૃત ઘોષિત કર્યા હતા. બનાવની જાણ થતાં બાપોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તાત્કાલિક તલસ્પર્શી તપાસ હાથ ધરતા ઘટના સ્થળે બાઇક મુકી નાસી છુટેલો ચોર નજીકથી પકડકાઇ ગયો હતો. 


પોલીસની પ્રાથમિક તપાસમાં સુરેશની હત્યા કરનાર ચોર હાથીખાનામાં રહેતો આરીફ ગનીમીયા શેખ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. શરૂઆતમાં પોલીસને ગોળ-ગોળ ફેરવતા આરીફે ચાર કલાક બાદ ગુન્હાની કબુલાત કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી આરીફની બાઇક કબજે કરી તેની ધરપકડ કરી હતી. આરીફ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છએ તેની સામે હત્યાના પ્રયાસ સહિત સાત ગુન્હા નોંધઆઇ ચકક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેશ 26 વર્ષનો હતો અને આગામી 30 તારીખે તેનું લગ્ન થવાનું હતું. જુવાન દીકરાને ગુમાવનાર પરિવારમાં શોકની લાગણી વ્યાપી હતી.

આરીફને લોકોએ પકડ્યો હતોઃ ધર્મેશ ગોકળીયા

રાત્રે મને સુરેશનો ફોન આવ્યો હતો. એટલે હું ભરત સાથે સ્થળ પર પહોંચ્યો ત્યારે સુરેશ અને આરીફ વચ્ચે ઝપાઝપી ચાલતી હતી. અમે બુમો પાડતા આરીફ રાષ્ટીય ધોરી માર્ગ ક્રોસ કરી એપીએમસી માર્કેટ તરફ ભાગ્યો હતો. હું સુરેશ પાસે સ્થળ પર રોકાયો હતો અને ભરત રોડ ક્રોસ કરી આરીફ પાછળ દોડ્યો હતો. આ દરમ્યાન એપીએમસી માર્કેટ નજીકનાં ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસે લોકોએ આરીફને પકડી લીધો હતો અને એટલામાં પોલીસ આવી જતાં તેને પોલીસને હવાલે કર્યો હતો.

Share :

Leave a Comments