શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવનો ફૂંકાતા મીની વાવાઝોડાના દ્રશ્યો જોવા મળ્યાં

સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હવામાન પલટાયું, પાકને નુકશાન થવાની ભીતી

MailVadodara.com - Scenes-of-a-mini-storm-were-seen-with-strong-winds-blowing-the-city-atmosphere-suddenly

- રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં 4 ઝાડ પડતા કાર અને ટુવ્હીલર દબાઈ ગયા હતાં, 10 જેટલા હોર્ડિગ્સ નમી પડયાના ફાયર બ્રિગેડને કોલ મળ્યા હતા


શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે તેજ પવનો ફૂંકાતા મીની વાવાઝોડાના દ્રશ્યો જોવા મળ્યા હતા. 46 કિમીની મહત્તમ ઝડપે ફુંકાયેલા પવનોના પગલે રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં 4 ઝાડ પડતા કાર અને ટુવ્હીલર દબાઈ ગયા હતાં, 10 જેટલા હોર્ડિગ્સ નમી પડયા હતાં. તેમજ વિઝીબીલીટી 500 મીટરથી 1 કિમી સુધી ઘટી ગઈ હતી. જ્યારે ગરમીનો પારો 2 ડિગ્રી ઘટી 35 ડિગ્રી થઈ ગયો હતો.


શહેરમાં ઊડતી ધૂળની ડમરી કારણે વિઝીબીલીટી ઘટી જતાં કેટલાય વાહન ચાલકો અટવાયા હતા. આ અસરોના કારણે પવનો સાથે ધૂંધળું વાતાવરણ થયું હતું, તો કેટલીક જગ્યાએ હોળીમાં ગોઠવેલા ઘાસ-છાણના પુડા ઉડવા લાગ્યા હતાં. જેને રોકવા નાડાછડીથી બાંધવા પડ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આજે પણ પવનો ફૂંકાઈ શકે છે, જ્યારે વરસાદી ઝાંપટુ પણ પડવાની સંભાવના રહેલી છે.


શહેરના રાજમહેલ રોડ, લહેરીપુરા પદ્યામતી શોપિંગ સેન્ટર પાસે, ન્યાયમંદિર, વાઘોડિયા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પડવાના બનાવ બન્યા હતા. રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં 4 ઝાડ પડતા કાર અને ટુવ્હીલર દબાઈ ગયા હતાં, 10 જેટલા હોર્ડિગ્સ નમી પડયાના ફાયર બ્રિગેડને કોલ મળ્યા હતા. ભારે પવનના સુસવાટાને પગલે કોર્પોરેશનની બહાર લોખંડની ગ્રીલ પણ ધરાશાઈ થઈ ગઈ હતી.

એક તરફ ખરા ઉનાળાની શરૂઆત થઇ રહી છે ત્યારે જ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ હવામાન પલટાયું છે. જેના કારણે ઘઉં, ચણા અને કેરીના પાકને નુકશાન થવાની ભીતી વર્તાઇ રહી છે.

વડોદરાના આસપાસ રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અસાર પ્રમાણે રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે તેવી આગાહી કરવામાં આવી છે.

Share :

Leave a Comments