- કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ ભરવા હુકમ કર્યો
વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે 2022ની સાલમાં સગીરાને પોતાના પિતાના વાલી પણામાંથી ભગાડી જઈ દુષ્કર્મ આચારવાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ સાવલી પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 20 વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, સાવલી પોલીસે આરોપી વિનોદ હરમાન રાઠોડીયા (રહે. ઇન્દ્રાડ તાલુકો સાવલી) ની સામે ગુનો નોંધીને વિવિધ તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી વિનોદ સગીરાને જંબુસર અને ગંધાર મુકામે લઈ જઈએ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચાર્યું હતું.
પોલીસે સંયોગીક તેમજ વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેનો કેસ સાવલી અધિક સેશન કોર્ટના જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે સરકારી વકીલ સી. જી. પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને તકસીર વાર ઠેરવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ જ ગુનામાં આરોપીને જામીન મળતાં ફરીવાર સગીરાને ભગાડી જઈ ગર્ભવતી બનાવીને માતા બનાવવાના ગુનામાં મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.