- KJIT કેમ્પસમાં 13થી 15 જૂન મહિલા અને પુરુષ ઉમેદવાર ભાગ લઇ શકશે
KJIT કોલેજ સાવલી અને મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી વડોદરા તથા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ એન્ડ ઈન્ફોર્મેશન બ્યુરો, વડોદરાના સંયુકત ઉપક્રમે તા. 13થી 15 જૂન 2024ના રોજ KJIT કેમ્પસ, જાવલા તા. સાવલી, જિ. વડોદરા ખાતે સવારે 9 કલાકથી ફક્ત ટેકનિકલ ટ્રેડના મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે.
તા. 13 જૂનના રોજ મિકેનિકલ/ ઇલેક્ટ્રિકલ/ ઓટોમોબાઇલ બ્રાન્ચના ડિપ્લોમા/ ડિગ્રી અને આઇટીઆઈના ફિટર/ વેલ્ડર/ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માટે વડોદરા અને આસપાસના જિલ્લાઓની નામી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ હાથ ધરવામાં આવશે. તે જે રીતે તા. 14 જૂનના રોજ કોમ્પ્યુટર/ આઇટીના ડિપ્લોમા/ ડિગ્રી ઉમેદવાર માટે અને આઇટીઆઇ કોટા માટે અને તારીખ 15 જૂનના રોજ ડિપ્લોમા/ બીઇ સિવિલ અને આઇટીઆઇ ડ્રાફ્ટ્સમેન માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ભરતીમેળામાં ઉપર મુજબની લાયકાત ધરાવતા 18 વર્ષથી 35 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે. રોજગાર ભરતીમેળા ઉપરાંત ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ પણ રાખવામાં આવેલ છે. રોજગાર ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની નકલ, બાયોડેટાની 5 નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારી વડોદરાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.