દિવાળીના પર્વે પોતાના માદરે વતન જતાં મુસાફરો માટે આજથી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ

વડોદરા શહેર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે વધુ બસની સુવિધા ઉપલબ્ધ કરાઇ

MailVadodara.com - ST-department-has-started-extra-buses-from-today-for-the-passengers-going-to-their-mother-hometown-on-the-eve-of-Diwali

- એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે આગામી 31મી સુધીમાં 300થી વધુ ટ્રીપ દોડાવાશે, મુસાફરોની ભીડ વધશે તો વધુ બસો મુકાશે

મધ્ય ગુજરાતનું મધ્યબિંદુ ગણાતું વડોદરા શહેર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દિવાળીના પર્વને લઈ મુસાફરોનો બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ બસો ફાળવવામાં આવી છે.

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ડેપો ખાતે તહેવારો દરમિયાન પંચમહાલ, દાહોદ, ઝાલોદ, સંતરામપુર, લુણાવાડા, ગોધરા, બારીયા વિસ્તારના મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી વડોદરા ડિવિઝનના સાત બસ ડેપોથી વધુ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અગામી દિવાળી પર્વને લઇ એસટી બસોમાં રિઝર્વેશનનું પ્રમાણ વધી રહ્યું હતું. તો બીજી બાજુ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે કેટલાંક રૂટની બસો વધુ ભરાતી હોવાથી પંચમહાલ, સંતરામપુર, ઝાલોદ, લુણાવાડા, ગોધરા, બારીયા જેવા રૂટ પર મુસાફરોની સુવિધા માટે જરૂરિયાત મુજબની એક પછી એક બસો મૂકવામાં આવી રહી છે. આ સુવિધા આજથી શરૂ કરવામા આવી છે. આજે એક્સ્ટ્રા 15, આવતીકાલે 35, અગામી 27 ઓક્ટોબરે 45 અને 28 ઓક્ટોબરથી 31 સુધી 85 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

મહત્વની બાબત છે કે, વડોદરા શહેરએ મધ્ય ગુજરાતનું એપીસેન્ટર ગણાય છે. અહીંયા આસપાસના જિલ્લામાંથી મજૂરી અર્થે આવતા આવતા લોકો માટે આજથી એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આગામી 31 ઓક્ટોબર સુધીમાં 300થી વધુ સેન્ટ્રલ બસ સ્ટેશન દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. જો વધુ મુસાફરોની ભીડ થશે તો તે મુજબ પણ એક્સ્ટ્રા બસો મુકવામાં આવશે તેવું હાલમાં આયોજન થઈ રહ્યું છે.

Share :

Leave a Comments