તાંદલજા વિસ્તારમાંથી 45 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થા સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી પાડયો

એફએસએલની ટીમે માંસના જથ્થાના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યા

MailVadodara.com - SOG-nabs-a-man-with-45-kg-of-suspected-beef-from-Tandalja-area

- આરોપી પાસેથી 45 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો અને રોકડ રકમ સહિત 30 હજારનો મુદ્દામાલ કબજે કરી જે. પી. રોડ પોલીસને સોંપવામાં આવ્યો


વડોદરાના તાંદલજા વિસ્તારમાં એસઓજીની ટીમે રેડ કરીને 45 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. માંસના જથ્થાના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યા છે. આરોપી પાસેથી માંસનો જથ્થો અને રોકડ રકમ સહિત 30 હજારનો મુદ્દામાલ કબજે કરી જે. પી. રોડ પોલીસને સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરા સંવેદનશીલ વિસ્તાર ગણાતા છીપવામાંથી 326 કિલો ગૌમાંસના જથ્થા સાથે વેચાણ કરનાર તથા અને સપ્લાય કરનારને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, તાંદલજા રોડ પર આવેલા જીઈબી સબ સ્ટેશનની સામે રોડની બાજુમાં ફુટપાથ ઉપર ઇદ્રીશભાઇ ઇસ્માઇલભાઇ કુરેશી ગૌવંશ માંસનું વેચાણ કરે છે, જેના આધારે બે પંચોને સાથે રાખી રેડ કરતા ગૌવંશ માસ આશરે 45 કિલો તથા વજનકાંટો, વજનીયા, લાકડાનો ટબ્બો, ધાતુનો છરો વગેરે સાધન સામગ્રી મળી આવી હતી.


જેથી સ્થળ ઉપર એફ.એસ.એલ. અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના વેટેનરી ઓફીસરોને બોલાવી પકડાયેલ શખસ પાસેથી મળી આવેલ ગૌવંશ માસનું પરીક્ષણ કરાવડાવ્યું હતું અને 11 હજારથી વધુની કિંમતનું આશરે 45 કિલો શંકાસ્પદ ગૌમાંસ સહિત 30,350 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ અર્થે જે.પી.રોડ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવી છે અને ઇદ્રીશભાઇ ઇસ્માઇલભાઇ કુરેશી, (રહે.કાળી તલાવડી, મદીના મસ્જીદની સામે, એકતાનગર, તાંદલજા, વડોદરા)ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments